
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
વર્ષના અંતિમ દિવસે પણ માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત,
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં બે વ્યક્તિઓ મોતને ભેટ્યા: એક મહિલા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે મહિલા સહિત પાંચ જણાને શરીરે ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ ૩૦મી ડિસેમ્બરના રોજ સાંજના ૬ વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના દેલસર ગામે ભુરીયા ફળિયામાં રહેતાં ૧૯ વર્ષીય રોશનભાઈ નરેશભાઈ ભુરીયા પોતાના કબજાની એક્ટીવા ટુ વ્હીલર ગાડી લઈ દાહોદ શહેરના ચાકલીયા ચોકડી અંડર બ્રીજ નીચેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોશનભાઈની એક્ટીવા ટુ વ્હીલરને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં રોશનભાઈને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. સ્થાનીક પોલીસ અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતક રોશનભાઈના મૃતદેહને સરકારી દવાખાને પીએમ અર્થે રવાના કરવામાં આવ્યો હતો. આ સંબંધે દેલસર ગામે ભુરીયા ફળિયામાં રહેતાં બાબુભાઈ સોમજીભાઈ ભુરીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના મીરાખેડી નજીક પુલીયા વળાંક ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ ૨૮મી ડિસેમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે મંદિર ફળિયામાં રહેતાં સુરજભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં સુરજભાઈ અને તેમની પાછળ મોટરસાઈકલ પર બેઠેલ જીગીશાબેન બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે સુરજભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે જીગીશાબેનને શરીરે ઈજાઓ થતાં તેઓ સારવાર હેઠળ છે.
આ સંબંધે મુવાડા ગામે મંદિર ફળિયામાં રહેતાં રમેશભાઈ કમજીભાઈ વસૈયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના કતવારા થી આગાવાડા તરફ જતાં માર્ગ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૦મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકાના તરવાડીયા ગામે હિંમત ફળિયામાં રહેતો દિનેશભાઈ જાેરસીંગભાઈ ખરાડીયાએ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી પેસેન્જર ભરેલ ઓટો રીક્ષા પસાર થતાં દિનેશભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પેસેન્જર ભરેલ ઓટો રીક્ષાની વચ્ચો વચ્ચ ધડાકાભેર અથડાવતાં ઓટોરીક્ષામાં સવાર વરસીંગભાઈ રામાભાઈ હઠીલા, રેશમાબેન વરસીંગભાઈ હઠીલા, મનાબેન સુમલાભાઈ અમલીયાર અને સરમાબેન સુમલાભાઈ અમલીયારને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે આગાવાડા ગામે નદી ફળિયામાં રહેતાં અનીલભાઈ વરસીંગભાઈ હઠીલાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————