Wednesday, 05/02/2025
Dark Mode

સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજુઆત                 

December 24, 2024
        3017
સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજુઆત                 

સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજુઆત                 

સીંગવડ તા. ૨૪

     સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી ને કોંગ્રેસના યુવા નેતા જયેશ સંગાડા દ્વારા જણાવ્યું કે થોડા દિવસ પહેલા મછેલાઈ ગ્રામ પંચાયય મા ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત બહાર આવી હતી જેની તપાસ ચાલુ છે જ્યારે સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2023-24માં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહીશ માલ નરેશભાઈ ધીરાભાઈ ના નામે ચેકડેમ મંજુર થયેલ હતો અને જેના નાણાં તારીખ 07/03/2024ના રોજ જમા થયેલ હતા.પણ આ લાભાર્થી ને એક પણ રૂપિયો મળેલ નથી. જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા .વ્રજવાસી ટ્રેડર્સ ના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લેજે પૈસા મળશે નહીં …આ રીતે  ભૂતખેડી ગામમાં ઘણા બધા કામો કાગળ ઉપર થયેલ છે ..

આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કૂવો મંજુર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે જ્યારે ભૂતખેડી ના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલ એ જણાવ્યુંકે આવા 30 થી વધુ કામો અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલ કામગીરી ની સ્થળ તપાસ કરી જેતે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આવે જો આના સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અન્યથા કોંગ્રેસ પક્ષના કાર્યકરો સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!