સિગવડમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત કૃષિ પરિ સંવાદ તેમજ કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો..
સીંગવડ તાલુકા કક્ષાનો કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કુષી મોહત્સવ -૨૦૨૫ અંતર્ગત પ્રકૃતિ કૃષિ પરિ સંવાદ અને કુષી પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સીંગવડ તા. ૬
સીંગવડ તાલુકા કક્ષાનો કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મોહત્સવ અને પરિસંવાદ પ્રદર્શન કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં નારસીગભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા ખેતીવાડી આત્મા ડાયરેક્ટર ડી એલ પટેલ કૃષિ વૈજ્ઞાનિક ડો હર્ષ દેસાઈ સિંગવડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રુતિબેન ડામોર સિંગવડ સરપંચ લખીબેન વહુનીયા તેમજ તાલુકા પંચાયત સદસ્યો સરપંચો ગ્રામસેવકો તલાટી કમ મંત્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જ્યારે આવેલા મહેમાનો દ્વારા ખેડૂતો નું રજીસ્ટ્રેશન તથા મહાનુભાવો નું આગમન અને દિપપ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં જી એલ શેઠ હાઇસ્કુલ ની બાલિકાઓ દ્રારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાબ્દિક પ્રવચન મહાનુભાવો દ્વારા બાગાયતી ખેતી કરવા પર વધારે ભાર મુકવામાં આવ્યો હતો જ્યારે આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ 2005 અને 2006 માં કૃષિ મહોત્સવ તરીકે શરૂ કરવામાં આવેલ હતું કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ અધિકારીશ્રીઓને પદાધિકારીઓ દ્વારા કૃષિ રથના માધ્યમથી રાજ્યના તમામ ગામની મુલાકાત લઈ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે કૃષિ મહોત્સવ 2005 ના આયોજનથી રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સફળતાનો પાયો નખાયેલ હતો જ્યારે ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શકતા તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રાજ્યના તમામ તાલુકાઓમાં બે દિવસથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પ્રથમ દિવસે કૃષિ પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે અને બીજા દિવસે કૃષી પ્રદર્શન ખેડૂતો માટે ખુલ્લુ રાખવામાં આવશે અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે તથા પશુ આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે તથા લાભાર્થી ખેડૂતોને સહાયક યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ કરવામાં આવ્યા હતા સ્વાગત કુષી વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન પ્રગતિ સીલ ખેડૂતોનું વક્તવ્ય મહાનુભાવો નું ઉદબોધન રાજ્યકક્ષાએ થી મુખ્યમંત્રી નાં કાર્યક્રમ નું પ્રસારણ લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર મંજૂરી સન્માન પત્રોનું વિતરણ પ્રદર્શન સ્ટોલની મુલાકાત પાકુતિ કુષી નાં મોડલ કાર્યો ની મુલાકાત ખેતીવાડી બાગાયત આત્મા પશુપાલન જેવા લાભો વિશે સમજણ આપવામાં આવી હતી અને તેમાં તાલુકા પંચાયત કચેરી ના કર્મચારીઓ આઈ સી ડી એસ વિભાગ નાં કર્મચારીઓ અને નામી અનામી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતા જ્યારે ખેડૂતો માટે તથા આવેલા મહેમાનો માટે પણ ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.