રાજેશ વસાવે :- દાહોદ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ અત્યાચારો અટકાવવા વિવિધ હિન્દુ સંગઠનોનો કલેક્ટરને આવેદન સાથે રજૂઆત .
દાહોદ તા.04
દાહોદમાં ABVP આર.એસ.એસ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચારો અટકાવવા માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે આવેદનપત્ર જીલ્લા કલેકટરને પાઠવ્યુ હતુ.જેમા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા દાહોદ કોડ થી પગપાળા કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચાર સાથે પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી.
ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમુદાય ઉપર કરવામા આવતા હુમલાઓ અને હત્યાના વિરોધમા તેમજ હિસંક પ્રવૃત્તિઓને અટકાવવા માટે ABVP, આરએસએસ વિશ્વ હિન્દુ સહિતના સંગઠનએ ભેગા મળી આજરોજ કલેકટર કચેરીથી બાંગ્લાદેશ વિરોધી સુત્રોચાર કરી પગપાળા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.અને કલેકટરને આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશ મા હિન્દુ સમુદાયના લોકો ઉપર વ્યક્તિગત હુમલો તો કરી જ રહ્યા છે. પણ સાથે-સાથે તેઓના ઘરો અને મંદિરો સહિત પૂજા-પાઠ કરવાના પવિત્ર સ્થળોને તોડી નાખવામાં આવી રહ્યા છે.અને તેને સળગાવીને તેઓની મિલકતોને પણ ગંભીર રીતે નુકશાન પહોંચાડી રહ્યા છે. સાથે સાથે બાંગ્લાદેશમાં આ પ્રકારે હિન્દુ સમાજ ઉપર થઈ રહેલ ઉત્પીડન અને અત્યાચાર એ ખૂબ જ ગંભીર બાબત છે.અને ચિંતાનો વિષય છે. કિસ્સા તો એવા પણ બન્યા છે. કે,બાંગ્લાદેશની રાજધાની સહિતના વિસ્તારોમાં હિન્દુ સમાજના વ્યક્તિઓ ઉપર મોબ-લીન્ચીંગની ઘટનાઓ પણ બની છે.અને તેની ઉજવણી થઈ રહી છે. એટલું જ નહીં વર્તમાન ઘટનાની વાત કરીએ તો (ઇસ્કોન) મંદિરોને અને તેના મંદિરના સેવકોને ઈરાદાપૂર્વક ટાર્ગેટ બનાવાઇ રહ્યા છે.પ્રભુ ચિન્મય કૃષ્ણદાસજીને ગેરકાયદેસર રીતે અટકાયત કરીને તેમને બંધક બનાવી દઈને દુર્વ્યવહાર કરવામાં આવી રહેલ છે.જેને ત્વરીત કાર્યવાહીની માંગ કરી હતી..