રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ખાતે નવિન DYSP ઓફિસને લઈને ગરબાડા જેસાવાડા અને ધાનપુર પોલીસની ગ્રામજનો સાથે સાથે સંકલન બેઠક યોજાઈ.
જે બેઠકમાં ગરબાડા ,જેસાવાડા અને ધાનપુરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ગરબાડા તા. ૩
ગરબાડા પોલીસ મથકે તારીખ ત્રણ ના ગરબાડા પોલીસ મથકના પી.આઈ કે.આઈ રાવત ની અધ્યક્ષતામાં જેસાવાડા અને ધાનપુર પોલીસ મથકના પી એસ.આઇ અને પી.આઈ તથા ગામના વડીલો આગેવાનો ની સાથે સંકલન બેઠક યોજાઇ હતી જેમાં આગામી સમયમાં ગરબાડા ખાતે બનવા જઈ રહેલ DYSP ઓફિસની ચર્ચા તેમજ ગામ લોકોના મંતવ્યો સાંભળવામાં આવ્યા હતા જેમાં ધાનપુર પોલીસ મથકના પી.આ.ઇ બી.વી ઝાલા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ પરમાર તેમજ ગરબાડા પોલીસ મથકના પી
એસ.આઇ રાણા સાથે ધાનપુર અને જેસાવાડા ના ગ્રામજનો અને ગરબાડા તાલુકાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.