Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ પોલીસે બે આરોપી સાથે પાંચ જેટલી મોટરસાયકલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી..

December 3, 2024
        1636
સિંગવડ પોલીસે બે આરોપી સાથે પાંચ જેટલી મોટરસાયકલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી..

સિંગવડ પોલીસે બે આરોપી સાથે પાંચ જેટલી મોટરસાયકલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી..

સીંગવડ તા. ૩                       

    સિંગવડ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મોટરસાયકલ ચોરી કરતી ગેંગ સક્રિય થતાં દાહોદ જિલ્લાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારોમાંથી બાઇક ચોરીના બનાવ બન્યા હતા જેને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા દ્વારા યોજનાબદ્ધ આયોજન કરી વધુ તપાસ કરવા માટે લીમખેડા નાયબ જિલ્લા પોલીસ વડા એમ બી વ્યાસ ના માર્ગદર્શનને સૂચના મુજબ રંધીકપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તેમજ પો સ ઇ જી બી રાઠવા સહિત સ્ટાફ ના માણસો સાથે રાખી રણધીકપુર નજીક પીસોઈ ગામે સેલ ગેસના પેટ્રોલ પંપ ઉપર રસ્તા પર પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધરતા હતા તે દરમિયાન બે મોટરસાયકલ ચાલક ઈસમ શંકાસ્પદ જણાતા ઉભી રખાવી મોટરસાયકલ ના આધાર પુરાવા માંગતા બંને ઈસમો ગલ્લા તલ્લા કરતા પ્રથમ દ્રષ્ટિએ શંકા જણાતા . પોકેટ કોરપ થી સર્ચ કરી તેમજ પૂછપરછ કરતા તેમની પાસેની મોટરસાયકલ પાંચ દિવસ પહેલા ગોધરા કલાલ દરવાજા પાસેથી ચોરી કરેલ તેમજ તેને પોતાનું નામ અલ્કેશ જુવાનસિંહ બારીયા રહે તોયણી સુથાર ફળિયુ તાલુકો દેવગઢ બારીયા જણાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવી હતી જ્યારે પોલીસે અન્ય ઈસમ વિઘ્નેશ શનું બારીયા રહે તોયણી મેડી ફળિયું તાલુકો દેવગઢ બારીયા પાસે મોટરસાયકલ સફેદ લાલ પટ્ટા વાળી ની સંતરોડ ગામે રેલવે સ્ટેશન પાસેથી ગત 1/12/24 નાં રોજ પોતે અને અલ્કેશ જુવાનસિંહ બારિયા સાથે મળી ચોરી કરી લઈ આવ્યા હોવાની કબુલાત કરતા રણધીકપુર પોલીસે તપાસની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી જેમાં વધુ સઘન તપાસ હાથ ધરતા અલ્કેશ જુવાનસિંહ બારીયા ઉંમર 33 રહે તોયણી સુથાર ફળિયુ તા દેવગઢબારિયા જ્યારે વિઘ્નેશ શનું બારીયા ઉંમર 23 રહે તોયણી મેડી ફળિયું તાલુકો દેવગઢ બારીયા ના પાસે થી વધુ તપાસ હાથ ધરતા 1. GJ17BK4686,2.GJ17BB0976 ગોધરા ,3.GJ17BL0046 મોરવા હડફ,4. GJ20AK 4715,5.GJ20AK 4764 દેવગઢ બારીયા થી મળી કુલ પાંચ બાઈકો ચોરી હોવાની કબુલાત કરી હતી . જ્યારે રંધીકપુર પોલીસે બંને ઇસમોની ની ધરપકડ કરી પાંચ બાઈકો કબજે લઈ હજી કેટલી મોટર સાયકલ ની ચોરી થઈ છે અને ચોરી કરેલી મોટરસાયકલ વેચાણ કોને – કોને કરી છે તે સહિતના અન્ય મુદ્દાઓ ઉપર વધુ સઘન તપાસ હાથ ધરી છે . ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં વધતી જતી બાઇક ચોર ટોલકી સક્રિય થતા માત્ર બે જ ઇસમો પોલીસે ને હાથે લાગ્યા છે ત્યારે જો વધુ તપાસ હાથ ધરે તો કેટલાય ગુનાહિત પ્રવૃત્તિ કરતી ટોળકી સહિત મોટા માથાઓ ઓ નુ પગેરૂ મળી શકે તેમાં નવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!