Friday, 06/12/2024
Dark Mode

દાહોદ LCBએ લીમખેડાના ઉસરા ગામે હાઈવે પરથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી,અઢી લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર

November 6, 2024
        1053
દાહોદ LCBએ લીમખેડાના ઉસરા ગામે હાઈવે પરથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી,અઢી લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર

દાહોદ LCBએ લીમખેડાના ઉસરા ગામે હાઈવે પરથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી,અઢી લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર

દાહોદ તા. 06

દાહોદ એલસીબી પોલીસ અમદાવાદ ઈન્દોર હાઈવે રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન ઉસરા ગામે હાઈવે રોડ પરથી ફોર્ચ્યુનર ગાડી માંથી રુપીયા 2,56,290/-ની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો.

ગુજરાતમા હાલમા દિવાળીના તહેવારોની ઊજવણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી ગુજરાતમા વિદેશી દારુ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે, બુટલેગરો દારૂની હેરાફેરી કરવા અનેક પ્રકારના કિમીયાઓ આપનાવતા હોય છે, ત્યારે હવે ગુજરાતમા દારુ ઘૂસાડવા બુટલેગરોએ મોંઘી લક્ઝરી કારોનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આવા બુટલેગરોને ઝડપી પાડવા દાહોદ એલસીબી પોલીસ પણ સક્રિય જોવા મળી રહી છે, એલસીબી પોલીસની ટીમ અમદાવાદ ઈન્દોર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી.

આ સમય દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી એક ફોર્ચ્યુનર કારમા વિદેશી દારુ ભરીને ગુજરાતમા ઘુસાડવામા આવનાર છે, જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસ લીમખેડા તાલુકાના વલુંડી ગામે વોચ ગોઠવી હતી, તે સમય દરમ્યાન બાતમી વાળી ફોર્ચ્યુનર કાર દાહોદ તરફથી લીમખેડા તરફ આવતા તેને ઉભી રાખવાનો પ્રયાસ કરતા પોલીસને જોઈ કાર ચાલકે ડિવાઈડર કૂદાવી પરત દાહોદ તરફ ભાગી જતા એલસીબી પોલીસે ફોર્ચ્યુનર કારનો પીછો કરતા ફોર્ચ્યુનરના કાર ચાલકે ઉસરા ગામ નજીકથી કાર ડીવાઇડર પર ચઢાવી દઈ કાર મૂકી ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારમા તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બિયરની પેટીઓ નંગ-37 તેમજ છુટી બોટલો 153 મળી કુલ1617 નંગ બોટલ દારુ ઝડપી પાડ્યો હતો જેની બજાર કિંમત રૂપીયા 2,56,290/- મ તથા ફોર્ચ્યુનર ગાડી નંબર MP.21.CA.2132 ગાડીની કિંમત .३.10,00,000/- મળી કુલ રૂ.12,56,390/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, દાહોદ એલસીબી પોલીસે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!