
દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં કેન્દ્રસ્થાને રહેલા પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ઓચિંતી બદલીના ઓર્ડર આવતા ખળભળાટ..
પ્રાંત અધિકારીની પોરબંદર તેમજ મામલતદારની અમરેલી ઇલેક્શન શાખામા બદલી કરાઈ..
નકલી એને પ્રકરણમાં કલેકટર દ્વારા પ્રાંત અધિકારી એન બી રાજપૂતને તપાસ ટીમના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
દાહોદ તા.24
દાહોદ ખાતે રેવન્યુ સંબંધી અનેક કૌભાંડ બહાર આવ્યા પછી ઉદ્ભવેલી પ્રવાહીત પરિસ્થિતિમાં આજરોજ અચાનક દાહોદ પ્રાંત અને દાહોદ મામલતદારની બદલીના હુકમો આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામ્યો છે.સરકારી ખાતામાં આવન-જાવાન સામાન્ય બાબત છે પરંતુ એક તરફ દાહોદ ખાતે નકલી એને અને સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના કૌભાંડ અંગે ભારે કશ્મકસ પરિસ્થિતિ ઉદ્ભભવવા પામી છે. તો બીજી તરફદાહોદ પંથકના આશરે ૨૧૯ કરતા વધારે સર્વે નંબરમાં ગેરરીતિ આચરાઇ હોવાનું જણાવીને તેને સંદિગ્ધ જાહેર કરાયા છે.તેવા સમયે રેવન્યુ ખાતા તરફથી તમામ જમીન સંબંધીના હુકમો અને નોંધો અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરાઈ હતી.આ તપાસના કેન્દ્રસ્થાને રહેલા દાહોદ પ્રાંત અધિકારી શ્રીમતી એન.બી રાજપુત અને મામલતદાર મનોજ મિશ્રાની આજરોજ અચાનક બદલીના હુકમો આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્માર્ટ સિટી અંતર્ગત ડિમોલિશન દરમિયાન દબંગ લેડી નું બિરુદ જે ધરાવતા હતા એવા પ્રાંત અધિકારી એન બી રાજપૂતની બદલી ડેપ્યુટી કલેકટર તરીકે પોરબંદર જિલ્લામાં કરવામાં આવી છે.અને તેમના સ્થાને દાહોદ ડેપ્યુટી DDO તરીકે ફરજ બજાવતા મિલિન્દ દવે ને દાહોદ પ્રાંતની ફરજ સોંપવામાં આવી છે તો દાહોદ મામલતદાર મનોજ મિશ્રાને ચૂંટણી શાખા મામલતદાર (election) અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે.તો તેમને સ્થાને હાલોલ ખાતે ફરજ બજાવતા પી.બી ગોહિલને મામલતદાર દાહોદ તરીકેની ફરજ સોંપવામાં આવી છે. દાહોદ ખાતે ચોરે ચૌટે બદલી અંગે તરેહ તરહે ની ચર્ચાએ જન્મ લીધો છે.