રાજેશ વસાવે :- દાહોદ
વડોદરા કોટા પાર્સલમાં ચડવા જતા બની ઘટના..
દાહોદ રેલવે સ્ટેશન પર RPSF જવાન પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે ફસાતા પગ કપાયો,સ્થતિ ગંભીર
મેઘનગર ખાતે પોસ્ટેડ RPSF જવાન બીમારીનું ઈલાજ કરાવવા દાહોદ આવ્યો હતો.
ચક્કર આવતા નીચે પટકાયો,ટ્રેન ચાલી પડતા બન્ને પગ હાથ તેમજ માથાના ભાગે ઇજા..
દાહોદ તા. 11
દાહોદ રેલવે સ્ટેશન પર મેઘનગર જવા પેસેન્જર ટ્રેનમાં ચડવા જતા મેધનગરના આર.પી.એસ.એફ જવાને ચક્કર આવતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાતા તે સમયે ટ્રેન ચાલી પડતા બનેલી ઘટનામાં આરપીએસએફ જવાનનાં બંને પગે હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉપરોક્ત ઈજાગ્રસ્ત જવાનને તાબડતોડ દાહોદના ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો.જ્યાં આ જવાનના પગનો ઘૂંટણથી નીચેનો ભાગ કપાઈ જતા તેની સ્થિતિ ગંભીર બનવા પામી છે.મેઘનગર ખાતે ફરજ બજાવતા આ જવાન થોડાક સમયથી બીમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાહોદ આવ્યો હતો જ્યાં પરત મેઘનગર જતા આ ઘટના બનવા પામી હતી.
મધ્યપ્રદેશના ઝાબુઆ મેઘનગર ખાતે રેલવે પ્રોટેકશન સ્પેશિયલ ફોર્સમાં ફરજ બજાવતો આદેશ નામક જવાનની તબિયત સારી ન હોવાથી આજે મેઘનગર ખાતેથી કોઈ ટ્રેન મારફતે દાહોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો હતો.જ્યાં તબિબ પાસે નિદાન કરાવી પરત મેઘનગર જવા પ્લેટફોર્મ નંબર ત્રણ પર આવેલી વડોદરા કોટા પાર્સલમાં ચડવા જતા આરપીએસએફ જવાનને ચક્કર આવતા તેને બેલેન્સ ગુમાવ્યું હતું અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. આ સમયે ટ્રેન શરૂ જવાન નો પગ ટ્રેન નીચે આવી જતા કપાઈ ગયો હતો. તેમજ બીજા પગે માથામાં તેમજ હાથ ના ભાગ પહોંચી હતી. આ દરમિયાન બૂમાબૂમ થતા સ્ટેશન પર હાજર રેલ કર્મીઓ દ્વારા ટ્રેન ને થોભાવી આ જવાનને બહાર કાઢ્યો હતો અને તાબડતોડ દાહોદના સેફી હોસ્પિટલ ખાતે સારવારથી લઈ જવામાં આવ્યું હતું. હાલ સમાચાર લખાય છે ત્યાં સુધી ઉપરોક્ત જવાન સેફી હોસ્પિટલમાં સારવાર અર્થે છે. તેનો ડાબો પગ ઘુટણ નીચેથી કપાઈ જવા પામ્યો છે જ્યારે બીજા પગે હાથમાં તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ પરિસ્થિતિ ગંભીર છે. અત્રે ઉલ્લેખની છે કે સારવાર કરાવ્યા બાદ મેઘનગર જઈ રહેલો આ જવાન ચાર વાગ્યાથી પોતાના ફરજ ઉપર પરત ફરવાનો હતો. પરંતુ અકસ્માતે બનેલી ઘટનામાં ઉપરોક્ત જવાન હોસ્પિટલમાં પથારીવસ થઈ જવા પામ્યો છે.