બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર સી.એચ.સી ખાતે વિશ્વ સ્તનપાન સત્તાની ઉજવણી કરવામાં આવી*
*આઈ સી.ટી.સી કાઉન્સિલર દ્વારા સ્તન પાનની આપવામાં આવેલ માહિતીમાં 76 લાભાર્થીઓએ લાભ લીધો*
સુખસર,તા.7
7 ઓગસ્ટ-2024 ના રોજ સી. એચ.સી સુખસર ખાતે સાંઈ નર્સિંગ કોલેજના સહયોગથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આઈ.સી.ટી.સી કાઉન્સિલર સુખસર દ્વારા સ્તનપાનની માહિતી આપવામાં આવી હતી.સાથે-સાથે નર્સિંગ કોલેજ બલૈયાના સ્ટુડન્ટો દ્વારા પોસ્ટર પ્રદર્શનના માધ્યમથી અને નાટકના માધ્યમથી અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.જેમાં સ્તનપાન કેવી રીતે કરાવવું?તે સમજાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સુખસર સી.એચ.સી મેડિકલ ઓફિસર તથા સ્ટાફ હાજર રહ્યા હતા.તેમજ સાંઈ નર્સિંગ કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ સાથે કુલ 76 લાભાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.