
સિંગવડના કેસરપુર ઘાટી પાસેથી એલસીબી દ્વારા સવા બે લાખનું ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો..
સીંગવડ તા. ૧૮
સિંગવડ તાલુકામાં દાહોદ જિલ્લા એલસીબી દ્વારા દારૂની હીરાફેરી કરતા બુટલેગરોને પકડવા પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન ત્યાંથી સફેદ કલરની ક્રેટા ગાડી જેના ઉપર વી.આઈ.પી નું સ્ટીકર ચોટાડવામાં આવ્યું હતું તેનો રજીસ્ટર નંબર gj 27 BS 0684 પસાર થતા તેમને શંકા જતા ગાડીને ઉભી રખાવા માટે જણાવતા ક્રેટા ગાડીના ચાલક દ્વારા ફુલ સ્પીડમાં ભગાડીને કેસરપુર ઘાટી પાસે મૂકીને જંગલમાં નાસી છૂટ્યા હતા જ્યારે એલસીબીના અધિકારીઓ દ્વારા ત્યાં આવીને તપાસ કરતા ક્રેટા ગાડી ન નંબર પ્લેટ ખોટી લગાડી જણાઈ આવી હતી અને આ ક્રેટા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 499 બોટલ ₹2,33,033 નો મુદ્દા માલ તથા creta ગાડી 10 લાખ રૂપિયા એમ 12,33.033 નો મુદ્દા માલ મળી આવ્યો હતો જ્યારે મુદ્દામાલ સાથે રંધીપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેને જમા કરાવીને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે ઇંગ્લિશ દારૂની ગાડી પકડીને કલમ 65 ઇ 98 (2 )116 b કલમ 336(3) 340 (2) મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે સિંગવડ તાલુકામાં થોડાક સમય પહેલા જ દારૂની એક ગાડી પકડવામાં આવી હતી ફરી આ બીજી ગાડી આજરોજ પકડાઈ હતી જ્યારે સિંગવડ તાલુકામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે કે પછી બહારના બુટલેગરો આ રસ્તા ને સેફ સમજીને આ રસ્તા પરથી નીકળતા હોય તેમ લાગી રહ્યું છે.