Sunday, 08/09/2024
Dark Mode

કોન્ટ્રાક્ટર દ્વારા નાળાની અધૂરી કામગીરી સામે ગ્રામજનોમાં રોષ તૂટેલા નાળાપરથી શાળામાં બાળકો અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા.

July 17, 2024
        611
કોન્ટ્રાક્ટર દ્વારા નાળાની અધૂરી કામગીરી સામે ગ્રામજનોમાં રોષ  તૂટેલા નાળાપરથી શાળામાં બાળકો અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

કોન્ટ્રાક્ટર દ્વારા નાળાની અધૂરી કામગીરી સામે ગ્રામજનોમાં રોષ

તૂટેલા નાળાપરથી શાળામાં બાળકો અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા.

સંજેલી તાલુકાના હિરોલા પ્રાથમિક શાળા થી પાંડી ફળિયાના માર્ગ પર નાળાની અધૂરી કામગીરી બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર.

સંજેલી તા.17

કોન્ટ્રાક્ટર દ્વારા નાળાની અધૂરી કામગીરી સામે ગ્રામજનોમાં રોષ તૂટેલા નાળાપરથી શાળામાં બાળકો અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા.

 હિરોલા પ્રાથમિક શાળા થી પાંડી ફળિયાના માર્ગમાં નાડાની કામગીરી અધૂરી ડામર કે આરસીસી કર્યા વિના જ છોડી દેવાતા નાળુ ધોવાયું. 70 જેટલા બાળકોને જીવના જોખમે આનાળા પરથી પસાર થવા મજબૂર બન્યા લે ભાગુ કોન્ટ્રાક્ટર સામે પગલાં લે તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માં ગોઠવા પામી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2022 માં 1.62 લાખના ખર્ચે સાડા ત્રણ મીટર જેટલો ડીપ સાથેનો રસ્તો મંજુર કરાયો જે 2023 સુધીમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવા ટેન્ડર અપાયું હતું એક વર્ષ બીત્યો હજી કામગીરી અધુરી હોવાને લઈ ગ્રામજનોમાં રોષ.

પ્રથમ વરસાદ માં હિરોલા પાંડી ફળિયામાં માર્ગ નું નાળું ધોવાતા તંત્રની પોળ ખુલ્લી પડી સંજેલી તાલુકાના હિરોલા મુખ્ય પ્રાથમિક શાળા સુધીના મુખ્યમંત્રી સડક યોજના માર્ગમાં એક વર્ષથી કોન્ટાકર દ્વારા નાણાની અધૂરી કામગીરી છોડી દેવાતા બાળકોને અભ્યાસ મેળવવા જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા. સંજેલી તાલુકાના હિરોલા મુખ્ય પ્રાથમિક શાળા થી પાંડી ફળીયા સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2022 માં 1.62 લાખના ખર્ચે સાડા ત્રણ મીટર ડીપ સાથે સાથેનો રસ્તો મંજૂર કરી 27 જુલાઈ 2023 સુધી કામ પૂર્ણ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પણ એક વીતી ગયો છતાં હજી પાંડી ફળિયામાં ડીપ બનાવી અને નાળું નાખી તેના પર માટી મેટલ બનાવી અને ડામર કે આરસીસી કર્યા વિના છોડી દેવાતા વરસાદના પ્રથમ વરસાદ જ નાળું ધોવાઈ જતા અભ્યાસ મેળવવા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.70 જેટલા બાળકો જીવના જોખમે કોતર પર થઈ અભ્યાસ માટે પસાર થવા મજબૂર બન્યા છે આજુબાજુ ડુંગર અને વિસ્તાર આવેલ છે વરસાદ વધુ પડવાથી ડુંગર તેમજ કોતરો માંથી નીકળતા પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે નાળુ ધોવાતા બાળકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો બેઠવાનો વારો આવ્યો. આ નાળા પર કોઈ બાળક ઘરકાવ થાય કે કોઈ મોટી હોનારત થાય તેની તંત્ર રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કામ પૂર્ણ કરવાની મુદત પૂર્ણ થઈ એક વર્ષ જેટલો ટાઈમ વીત્યા છતાં પણ કામગીરી અધુરી છોડી દેતા બાળકોને ભારે હાલાકી નો સામનો વેઠવાનો વારો આવ્યો છે આ લે ભાગુ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા લઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

*હલકી ગુણવત્તાવાળું માલ મટીરીયલ વપરાતા નાળું જ હોય માલ મટીરીયલ વપરાતા નાળું ધોવાયો છે. :- અલ્કેશ કટારા સ્થાનિક આગેવાન*

હલકી કક્ષાનું નાળું હતું તે વરસાદના પાણીથી ધોવાઈ ગયું તે આ નાળા પરથી 70 જેટલા બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવવા માટે જાય છે.આ નાળુ ધોવાઈ જતા બાળકો પોતાના જીવના જોખમે નાળા પરથી પસાર થવા મજબૂર બન્યા બાળકો પાસે આ શાળામાં જવા બીજો અન્ય કોઈ વિકલ્પ નથી આ નાળુ એક વર્ષ પેલા બનાવવામાં આવ્યું હતું તે ધોવાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!