રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નગરપાલિકામાં પત્રકારોની હાજરીમાં હાજી-માજી પ્રમુખ વચ્ચે તુંતું મેમેના દ્રશ્યો.!!
શિસ્તમાં ચાલતા ભાજપના જ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વચ્ચે જૂથબંદી ચરમસીમાએ પહોંચી, વિકાસના કામોમાં અવરોધ.!
દાહોદ તા.૧૫
દાહોદ નગરપાલિકામાં ચાલી રહેલી જૂથ બંદીની જળ તેની ચરમશીમા પર પહોંચી ગઈ હોવાનું પ્રતીત થવા પામ્યું છે ગત રાત્રે દાહોદ શહેરમાં બે કલાકમાં કાપેલા બે ઇંચ વરસાદ ઉભી કરેલી પરિસ્થિતિ અંગે જ્યારે નગરપાલિકા કચેરીએ મીડિયા કર્મીઓ પહોંચ્યા હતા ત્યારે ઉપસ્થિત મીડિયા કર્મીઓની હાજરીમાં અચાનક બહારથી આવેલા નગરપાલિકાના માજી પ્રમુખે પોતાનો મત વ્યક્ત કરતા હાજી પ્રમુખ એટલે કે પ્રવર્તમાન પ્રમુખને પોતાના નિવેદન પૂર્ણ કરે તે પહેલા જ તમે પ્રોસિડિંગ આપતા નથી તેવા આક્ષેપ કરી અને પ્રોટીન આપવાની માંગણી કરતા પ્રમુખે કહ્યું કે આ મુદ્દો પૂરો થાય પછી તમારી વાત સાંભળીએ છીએ પણ એ પૂર્વે જ બંને પ્રમુખો વચ્ચે તું તો મેં મેં સર્જાતા અને આક્ષેપ પ્રત્યાક્ષેપની હારમાળા સર્જાવા પામી હતી. એક સમયે તો એવું લાગી રહ્યું હતું કે સત્તાધારી પક્ષના નહીં પરંતુ પક્ષ વિપક્ષના સદસ્ય ચર્ચા કરતા હોય તેવી પ્રતીતિ થતા અને એકબીજા ઉપર દોષારોપણ કરાતા નગરપાલિકાના જ આંતરિક વહીવટની નીતિ રીતે બહાર આવવા પામી હતી. આજે સર્જાયેલી ઘટનાએ ઉપસ્થિત સૌ મીડિયા કર્મીઓના આશ્ચર્યમાં મૂકી દીધા હતા ત્યારે દાહોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી વહીવટી સત્તાની સાઠમારી થતી ઊભી થયેલી જૂથ બંદી આગામી દિવસોમાં વધુ વકરશે એવું લાગી રહ્યું છે
તાજેતરમાં પક્ષના નેતાનો વાયરલ થયેલો વિડિયો અને ફરવા ગયેલા એક જૂથના મહિલા કાઉન્સિલર સહિતનો નૃત્ય કરતો વિડિયો એ શહેરમાં નગરપાલિકાને ચર્ચાની લાવી દીધું હતું ત્યારે પુનઃ એકવાર શેર લેવલના સંગઠનથી માંડી ધારાસભ્ય સંસદ સભ્ય સંકલન સમિતિ જિલ્લા સંગઠન અને જિલ્લા સંકલન સમિતિ સહિત પ્રદેશ કક્ષા સુધી પહોંચેલી આ જૂથબંદી અને સત્તાની 60 મારી અંગેની આક્ષેપ પ્રતિઆક્ષેપની ગતિવિધિ આગામી દિવસોમાં સાચા અર્થમાં પ્રજાલક્ષી રહેશે કે પછી રઘુકુલ રીત સદા ચાલી આઈની જેમ દાહોદના પ્રજાહિતની કાર્યોની ભોગ લેવાતી રહેશે એ આવનાર સમયે જ કહેશે સદસ્યોના અવમાન અને અપમાન ની વાતોમાં ભૂતકાળની જૂથબંદીમાં પણ આક્ષેપ પ્રત્યાક્ષેપે આખરે તો પ્રજાનો જ ભોગ લીધો હતો અને જેથી કરીને દાહોદ શહેરની અનેકવિધ યોજનાઓ વિલમથી પૂર્ણ થઈ રહી છે હાલ જ્યારે ચારે તરફ વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્યારે પ્રજાહિતને જ લક્ષમાં રાખી કામગીરી કરાય તે દાહોદના હિતમાં લાગી રહ્યું છે.