રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ઝરી ગામે પડાવ ફળિયામાં કૂવામાં પડી ગયેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
ગરબાડા તા. ૧૪
ગરબાડા તાલુકાના ઝરી ગામ ખાતે પડાવ ફળિયા વિસ્તારમાં આવેલા અવાવરું કૂવામાં શિયાળ પડી જતા ગરબાડા તાલુકાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યું હતું.ઝરી ગામ ખાતે પડાવ ફળિયામાં રહેતા શકરભાઈનાં 40 ફૂટના ઊંડા કુવામાં આ શિયાળ ખાબક્યું હતું..જેની જાણ સ્થાનિક લોકો દ્વારા ગરબાડા ઓલ એનિમલ રેસ્ક્યું ટીમ તથા તાત્કાલિક RFO એમ.એલ બારીયા તથા ફોરેસ્ટ સ્ટાફના કર્મચારીઓ કરાતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને 40 ફૂટ ઉડા કૂવામાં પડેલા શિયાળનું રેસ્ક્યુ અભિયાન શરૂ કર્યું હતું. અને મહામહેનતે સફળતાપૂર્વક શિયાળાનું રેસક્યું કરવામાં આવ્યું હતું.અને તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.