રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષસ્થામાં મોટીખરજ શાળમાં પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજાયો.
ગરબાડા તા. ૨૬
દાહોદ જિલ્લામાં સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઊંડા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 થી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 21 માં શાળા પ્રવેશઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024/25 ની ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજે ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષ સ્થાને મોટી ખરજ શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો
અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્યો ગામના આગેવાનો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.