Sunday, 08/09/2024
Dark Mode

દાહોદમાં બહુચર્ચિત બોગસ NA કૌભાંડ પ્રકરણમાં કોર્ટ બંન્ને આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા..  બોગસ NA પ્રકરણમાં તપાસ માટે ખાસ ટીમ ડેપ્યુટ કરાઈ હોવાની ચર્ચાઓ.?

June 3, 2024
        964
દાહોદમાં બહુચર્ચિત બોગસ NA કૌભાંડ પ્રકરણમાં કોર્ટ બંન્ને આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા..   બોગસ NA પ્રકરણમાં તપાસ માટે ખાસ ટીમ ડેપ્યુટ કરાઈ હોવાની ચર્ચાઓ.?

#DAHODLIVE#

દાહોદમાં બહુચર્ચિત બોગસ NA કૌભાંડ પ્રકરણમાં કોર્ટ બંન્ને આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા..

બોગસ NA પ્રકરણમાં તપાસ માટે ખાસ ટીમ ડેપ્યુટ કરાઈ હોવાની ચર્ચાઓ.?

પોલીસ વધુ બે દિવસના રિમાન્ડ દરમિયાન પ્રકરણનો ભેદ ઉકેલવા ખૂટતી કડીઓને જોડવા પ્રયાસ કરશે.

દાહોદ તા.03

દાહોદ શહેરના બહુચર્ચિત બોગસ NA પ્રકરણમાં આજે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કેટલીક મહત્ત્વની કડીઓ નો તાલમેલ સાધવા અને ખૂટતી કડીનું અનુસંધાન મેળવવા પોલીસે આજે કોર્ટમા રિમાન્ડની માંગણી કરતા કોર્ટ બંન્ને આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા ચકચાર મચી જવા પામી છે.

 

દાહોદ શહેર તથા તાલુકાની જમી ખેતીની જમીનોના હુકમો બિનખેતીના ફેરવવાના હુકમો બોગસ બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરવાનો કૌભાંડ બહાર આવતા આ સંબંધે દાહોદ પોલીસે બે અલગ અલગ ગુના રજીસ્ટર કરી ત્રણ વ્યક્તિઓની અટક કરી હતી. તે પૈકી દાહોદ એ ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં દાહોદ શહેરના શૈશવ પરીખ તેમજ જકરીયા ટેલરને અગાઉ ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ આપ્યા હતા. અને એ રિમાન્ડની અવધી પૂર્ણ થતા પોલીસે આજે આરોપીઓને પુનઃ નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા.અને સમગ્ર બનાવવામાં ગંભીર ગેરેરીતિઓ ધ્યાને આવતા તથા તેના જડ સુધી પહોંચવા માટે કેટલીક ખૂટતી કડીઓ મેળવવાની હોય તથા ઓફિસના કોમ્પ્યુટર વગેરેની રિકવરી કરવાની હોય પોલીસે કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે આજે બંને આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા ટોક ઓફ ટાઉન બનેલા આ બનાવમાં ચકચાર મચી જવા પામી છે. તથા બનાવ અંગે હવે તરેહ તરેહની અફવાએ પણ જન્મ લીધો છે. તો છેલ્લાં 10 વર્ષમાં થયેલા જમીન વ્યવહારો અંગે જમીન માલિકો વેચાણકર્તાઓ અને બિલ્ડરોમાં એક પ્રકારનો છૂપો ભય ફેલાઈ જવા પામ્યો છે. તો કેટલાક જમીનના ધંધા કરનારા ઈસમોએ પોતાના જમીનના ટાઇટલો અંગે તપાસ હાથ ધરી અને દોડધામ કરી મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

બોગસ NA ના પ્રકરણમાં અંગે હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં સમગ્ર બોગસ ઓર્ડરો મુખ્યત્વે 2015/16 થી 2018/19 દરમિયાન વધુ માત્રામાં થયા હોવાનું બહાર આવવા પામ્યું છે. તો આ સંદર્ભે તપાસ અધિકારીઓએ 2015 થી 2020 અને આજ દિન સુધીના તમામ ઓર્ડરો પર ચાપતી નજર રાખી તેની ચકાસણી હાથ ધરી હોવાનું અતરંગ સૂત્રો દ્વારા જાણવા મળી રહે છે. આ ચકાસણીમાં વહેતી થયેલી ચર્ચા મુજબ રેવેન્યુની ફાસ ટીમ પણ ડેપ્યુટ કરવામાં આવી હોવાનું સાંભળવા મળી રહ્યું છે. તો બીજી તરફ સમગ્ર બાબતોને લઈને શહેરમાં આક્ષેપ આક્ષેપના દોર વચ્ચે અનેક ચર્ચાઓએ જન્મ લીધો છે. ત્યારે સમગ્ર પ્રકરણ કઈ દિશામાં જશે તે આવનાર સમયે જ કહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!