ધાનપુર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- વસાવે 

ધાનપુર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ તા . ૧૭

દાહોદ:- દર વર્ષે ૧૬ મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ઉદય ટીલાવત અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અતિત ડામોર માર્ગદર્શન હેઠળ ધાનપુર હાટ બજારમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અર્બન હેલ્થ સેન્ટર ની સમગ્ર આરોગ્યની ટીમ હાજર રહી હતી.  

ધાનપુર હાટ બજાર ખાતે ડેન્ગ્યુ મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય, તેના જીવન ચક્ર વિશે અને તેનાથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલા લેવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને આરોગ્યની ટીમ દ્વારા ડેન્ગ્યુ નિવારણ અને નિયંત્રણ વિશે અસરકારક માહિતી આપવામાં આવી હતી.

૦૦૦

Share This Article