પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે હા ભારતીય સેવા કાજે શહીદ થયેલા પોલીસ જવાનોને પોલીસ વડા દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીઆ :- દાહોદ

આજે ૨૧મી ઓક્ટોબર એટલે પોલીસ સ્મુતિ દિવસ નિમિતે માં ભારતીની સેવા હેતુ સમર્પિત થયેલા પોલીસ જવાનોને જિલ્લા પોલીસવડાની હાજરીમા શ્રદ્ધાંજલિ અપાઈ

દાહોદ તા ૨૧

આજે ૨૧મી ઓક્ટોબર નિમિતે સમગ્ર ભારત ભરમાંથી જે પોલીસ જવાનો માં ભારતીની સેવામા શહીદ થયા છે તેવા જવાનોને આજ રોજ શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત ભરમાં અને ગુજરાત ભરમાંથી છેલ્લા એક વર્ષથી પોલીસ વિભાગોમાં શહીદ થયેલા જવાનોને અને કોરોના વોરિયર્સ તરીકે જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેમના પરિવારોનું જિલ્લા પોલીસવડા ના હસ્તે સન્માન કરી પોલીસ કો મેમરેશન ડે તરીકે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી અને તેમના પરિવારના સભ્યોને સન્માનિત કરાયા હતા

Share This Article