Sunday, 08/09/2024
Dark Mode

દે.બારીયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ઠેર-ઠેર ખાડારાજ, નગરજનો ત્રસ્ત

March 4, 2024
        1851
દે.બારીયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ઠેર-ઠેર ખાડારાજ, નગરજનો ત્રસ્ત

દે.બારીયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ઠેર-ઠેર ખાડારાજ, નગરજનો ત્રસ્ત

નવિન રોડ બનાવવા માંગણી ઉગ્ર બની..

દાહોદ તા.૦૪

પીપલોદ રોડ જુના જકાતનાકા થી લઈ ભે દરવાજા સુધીનો રસ્તો ખખડધજ બનવા પામ્યો છે. આ સ્ટેટ હાઇવે નો રસ્તો સાત એક વર્ષ પહેલા તંત્ર દ્વારા ડામર રસ્તો ખોદીને આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે નવીન રસ્તો બન્યો અને એના થોડાક જ સમયમાં આ રસ્તા ઉપર થી રસ્તાની કેપેસિટી કરતા વધુ ભારદાર વાહનોની અવર જવરના કારણે આ રસ્તો તૂટી જઈ ગાડા ચીલા સમાન બની જવા પામ્યો છે હાલમાં આ રસ્તા ઉપર અનેક વાહનો ની અવર જવર વધતા તેમજ રેતીના ભારે વાહનો પણ રાત દિવસ ધમ ધમિ રહેવાના કારણે હાલ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે રસ્તા ઉપર થી દ્રીચક તેમજ ફોર વિલ ના ચાલકોએ આ રસ્તા ઉપર થી પસાર થવુ એક કોયડા સમાન બનવા પામ્યું છે. જેમા આ ગાડા ચીલા સમાન બનેલ રસ્તા ને કારણે નાના વાહનોને મોટુ નુકસાન તેમજ વાહન ચાલકો ને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થવા પામી છે .ત્યારે આ રસ્તાને લઇ સ્થાનિક તંત્રથી લઈ ઉચ્ચ સ્તરે અનેક રજૂઆતો કરવામાં આવી હોય તેમજ આ રસ્તા ઉપર થી અનેક અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ની અવરજવર કરતા હોવા છતાં પણ જાણે તંત્રના પેટનું પાણી હાલતુ ના હોય તેમ અનેક રજૂઆતો કરવા છતાં પણ રસ્તાની કામગીરી ઠેરની ઠેર જોવાઈ રહી છે. આ રસ્તાનું વહેલીતકે સમારકામ કરાવવાની શહેરીજનો દ્વારા માગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!