ઝાલોદના થાળા ગામે બોલેરોમાંથી પોણા બે લાખનો દારૂ ઝડપાયો,ચાલક ગાડી મૂકીને ફરાર
દાહોદ તા.03
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થાળા ગામેથી પોલીસે એક બોલેરો ફોરવીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂપિયા 1,78,560/- ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 7,78,560/- નો મુદ્દામાલ કબજે કર્યા હતો, જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.

લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે થાળા ગામે પીપળીયા પુલ નજીક નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોરવીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી ત્યારે દૂરથી પોલીસને જોઈ ગાડીનો ચાલક સ્થળ પર ગાડી મૂકી નાસી ગયો હતો ત્યારે પોલીસે બોલેરો ગાડી નજીક જઈ બોલેરો ગાડીની અંદર તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1968 જેની કુલ કિંમત રૂપિયા 1,78,560/- ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બોલેરો ગાડી ની કિંમત મળી કુલ રૂપિયા 7,78,560/- નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો. આ સંબંધે લીમડી પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.