Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ:એસ.ટી.ના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓના નિકાલ ન આવતા આજ રાતથી આ ચોક્કસ મુદતની હડતાલ પર, હડતાલના પગલે ૮૦૦ જેટલા રૂટો બંધ રહેવાના એંધાણ…

October 19, 2021
        1042
દાહોદ:એસ.ટી.ના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓના નિકાલ ન આવતા આજ રાતથી આ ચોક્કસ મુદતની હડતાલ પર, હડતાલના પગલે ૮૦૦ જેટલા રૂટો બંધ રહેવાના એંધાણ…

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા દાહોદ

દાહોદ:એસ.ટી.ના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓના નિકાલ ન આવતા આજ રાતથી આ ચોક્કસ મુદતની હડતાલ પર, હડતાલના પગલે ૮૦૦ જેટલા રૂટો બંધ રહેવાના એંધાણ…

 દાહોદ તા.૧૯

 એસ.ટી. વિભાગના કર્મચારીઓની ૨૦ મુખ્ય માંગણીઓનો નિકાલ નહીં આવતાં આગામી તારીખ ૨૦મી ઓક્ટોમ્બર ૨૦૨૧ના મધ્યરાત્રીનાથી એક દિવસની માસ સી.એસ. તેમજ તેમ છતાંય નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરી સશ્ત્ર ઉગામ્યું છે જેમાં દાહોદ જિલ્લાના એસ.ટી. કર્મચારીઓ પણ જાેડાયાં હોવાનું સામે આવી રહ્યું છે જેમાં દાહોદ જિલ્લાના કુલ ૮૦૦ ઉપરાંત રૂટો બંધ થઈ શકે છે.

 જાણવા મળ્યાં અનુસાર, એસ.ટી. વિભાગના કર્મચારીઓને સાતમાં પગારપંચના એરીયસનો હપ્તો બાકી છે. અન્ય વિભાગોમાં ૨૮ ટકા મોંઘવારી અપાય છે જ્યારે એસ.ટી.ના કર્મચારીઓને ૧૨ ટકા મોંઘવારી અપાય છે. જીપીએસ સીસ્ટમને આગળ કરીને બસ ડ્રાઈવર અને કંડક્ટરને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે. રાજ્ય સરકારના અન્ય સરકારી વિભાગમાં ફિક્સ પગાર ઉપરના કર્મચારીને ૧૯,૯૫૦ પગાર ચુંકવવામાં આવે છે જ્યારે એસ.ટી. વિભાગમાંના ફિક્સ પગાર ઉપરના કર્મચારીઓને ૧૬,૬૫૦ રૂપીયા ચુંકવવામાં આવે છે. આ વિસંગતતા દુર કરવી, ફિક્સ પગારના કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારોને ઠરાવ મુજબ રૂા. ૪ લાખના આર્થિક પેકેજનો લાભ આપો સહિતની ૨૦ માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવમાં આવી નથી. તંત્રને તેમજ રાજ્ય સરકારે એસ.ટી. વિભાગના કર્મચારીઓને દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાંય તેમની માંગણી પ્રત્યે કોઈ ધ્યાન અપાતાં અને યોગ્ય નિર્ણય ન લેવાતાં ૨૦મી ઓક્ટોમ્બર ૨૦૨૧ના રોજ મધ્યરાત્રીથી એસ.ટી.ના કર્મચારીઓ માસ સી.એલ. ઉપર જશે અને તેમ છતાં જાે કોઈ નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની ચીમકી પણ આપવામાં આવી છે જેના ૩૩૨ ડેપોના , ૨૫૦ – ૨૫૦ ઝાલોદ અને દેવગઢ બારીઆ આમ, આશરે ૮૦૦ ઉપરાંત બસોના રૂટ બંધ થઈ શકે છે જેના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં બસ મારફતે રોજની અવર જવર કરતાં મુસાફરોને તહેવાર ટાળે મુશ્કેલીનો સામના ેકરવો પડી શકે છે એટલું જ નહીં એસ.ટી. વિભાગને રોજની લાખ્ખોની આવજનો ફટકો પણ પડી શકે તેમ છે.

 

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!