Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી ગ્રામ પંચાયત રામભરોસે, સ્થાનિકો ભગવાન ભરોસે.. સંજેલી ગ્રામ પંચાયતના પાપે નગરજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો.

March 2, 2024
        521
સંજેલી ગ્રામ પંચાયત રામભરોસે, સ્થાનિકો ભગવાન ભરોસે..  સંજેલી ગ્રામ પંચાયતના પાપે નગરજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી  / યાસીન ભાભોર :- ફતેપુરા 

સંજેલી ગ્રામ પંચાયત રામભરોસે, સ્થાનિકો ભગવાન ભરોસે..

સંજેલી ગ્રામ પંચાયતના પાપે નગરજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો.

સંજેલી ગ્રામ પંચાયતના 8 જેટલા કર્મચારીઓનો પગાર ન ચૂકવાતાં હડતાળ પર ઉતર્યા…

નગરમાં પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ

સંજેલી તા.૦૨

સંજેલી ગ્રામ પંચાયત રામભરોસે, સ્થાનિકો ભગવાન ભરોસે.. સંજેલી ગ્રામ પંચાયતના પાપે નગરજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો.

સંજેલી ગ્રામ પંચાયતના પાપે નગરજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો.સંજેલી ગ્રામ પંચાયત રામ ભરોસે જાણે સંજેલી પંચાયત તંત્ર ખાડે ગયું કે શુ? કે પંચાયતની તંત્રની વહીવટમાં બેદરકારી હોય તેમ સંજેલી પંચાયતમાં છેલ્લા 2 વર્ષની અંદર અવાર નવાર હડતાલોના રાફડા ફાટી નીકળ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે.

સંજેલી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી પગાર ન ચુકવાતા નારાજ કર્મચારીઓએ 1 માર્ચ થી હડતાલ પર ઉતરતા ગ્રામ પંચાયતમાં સન્નાટો મચી જવા પામ્યો છે તેમજ સંજેલી નગરના ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે.સંજેલી ગ્રામ પંચાયતનો વહીવટ છેલ્લા કેટલાક સમયથી ખાડે ગયો છે, અને ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ અને વોટર વર્ક્સના કર્મચારીઓ વારંવાર હડતાલ પર ઉતરી રહ્યા છે. નગર માં ગ્રામ પંચાયત પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં નિષ્ફળ નીવડી છે. પંચાયતના ક્લાર્ક કારકુન પટાવાળા સહિતના આઠ જેટલા કર્મચારીઓ પોતાનો ચડેલો પગાર મેળવવા વારંવાર માંગણી કરી રહિયા છે અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. છતાં 30 મહિના સુધીનો પગાર બાકી હોવાથી હાલ તેમના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવવું ઘણું જ મુશ્કેલ બન્યું છે તેમ છતાં પોતે ફરજ નિભાવી રહ્યા છે, તેમ છતાં પણ પંચાયતમાંથી પગાર ચૂકવવામાં આવતો નથી.જેથી નારાજ થયેલા આ કર્મચારીઓ દ્વારા સરપંચ તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને તારીખ 28 સુધી પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.છતાં તંત્ર દ્વારા આ કર્મચારીઓને પગાર કરવામાં ન આવતા 1 માર્ચ થી હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી અમારો પગાર ન આપવામાં આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું તેવું કર્મચારીઓ જણાવી રહ્યા છે.

ઓનલાઈન પગાર સિસ્ટમ થતા સમસ્યા સર્જાઈ છે :- તલાટી પરમાર રાહુલ..

 તલાટીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓના લગભગ ઘણા પગાર બાકી છે જ્યારથી ઓનલાઇન થયું છે ત્યારથી બંધ છે માર્ચ એન્ડિંગ સુધી તમામ બાકી પગારનું પગાર કરી આપવામાં છે.

પંચાયતમાં વેરો ન ભરાતા કર્મચારીઓને પગાર ન થતા હડતાળ પર ઉતર્યા:- સંજેલી સરપંચ મનાભાઈ ચારેલ.

 સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ મનાભાઈ વેલજી ચારેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સંજેલી પંચાયતના કર્મચારીઓ પગાર ન હોવાથી આઠ જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે જેમ જેમ આવક આવશે તેમ તેમ પગાર કરીશું પંચાયતની આવક હોય તો અમને પગાર કરીશું પંચાયતમાં કોઈ વેરો ભરતું નથી અમે ક્યાંથી લાવીને અમે આપીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!