
સિંગવડ તાલુકા કોંગ્રેસમાં ભડકો, પૂર્વ તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ કેસરિયા ધારણ કર્યો.
લીમખેડા તા.૦૨
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા કોંગ્રેસમાં ભડકો તથા તાલુકા પંચાયત સભ્યો તથા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં.
લોકસભાની ચૂંટણી નજીક આવતા ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ અંતર્ગત અને પાર્ટીઓમાંથી કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો સાથે ભાજપમાં જોડવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે.દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પૂર્વ વિરોધપક્ષના નેતા અને પૂર્વ 15 મંડેર તાલુકા પંચાયત સભ્ય લાલસીંગભાઇ કાનજીભાઈ બારીયા તથા હાલ સિંગાપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય રમેશભાઈ મથુરભાઈ પટેલ બે જણ ભાજપનો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટી પ્રવેશ કર્યો હતો જ્યારે બંને જણાને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા તેમના નિવાસસ્થાન દાસા મુકામે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા જ્યારે મુનાવણી સરપંચ પીન્ટુ ભાઈ બારીયા ને પણ ભારતીય જનતા પાર્ટી નો ખેસ જશવંતસિંહ ભાભોર દ્વારા પહેરવામાં આવ્યો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી આ બેઉ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા.