Sunday, 08/09/2024
Dark Mode

સંકલિત બાળ વિકાસ કચેરીમાં લાખોનો ગોટાળો, એજન્સી સામે તપાસ અનિવાર્ય બની..

February 27, 2024
        402
સંકલિત બાળ વિકાસ કચેરીમાં લાખોનો ગોટાળો, એજન્સી સામે તપાસ અનિવાર્ય બની..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંકલિત બાળ વિકાસ કચેરીમાં લાખોનો ગોટાળો, એજન્સી સામે તપાસ અનિવાર્ય બની..

સંજેલીમાં વાસણોના 4,27,400ની રકમ સામે 1,64,000ની ખરીદી અને ફાળવણીમાં ખાયકીનો ખેલ ખેલાયો.?

તપેલું નંગ 1,કડાઈ નંગ 1 ગ્લાસ નંગ 10 કુકર નંગ 1 થાળીઓ નંગ 6 ચમચો 1 ભાતિયા.

સંજેલી તા. ૨૭

સંકલિત બાળ વિકાસ કચેરીમાં લાખોનો ગોટાળો, એજન્સી સામે તપાસ અનિવાર્ય બની..

 

દાહોદ જીલ્લામાં પોષણ સુધા યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓમાં પાંડુરોગ તેમજ તેઓની પોષણ સ્થિતિમાં અને પ્રસુતિના પરિણામોમાં સુધારા લાવવા માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.ત્યારે આંગણવાડી કેન્દ્રમાં પોષણ સુધા યોજનામાં સગર્ભા,ધાત્રી માતાઓને ભોજન જમવા માટે વાસણોની સમસ્યાને લઈ ભારે મુશ્કેલી પડતી હોવાને લઈ અનેક રજૂઆતો કરાઈ હતી. જે બાદ સરકાર દ્વારા આંગણવાડી બહેનોના ખાતામાં પોષણ સુધા યોજનાના વાસણોની ખરીદી માટે રકમ ફાળવવામાં આવી હતી જેમાં પોષણ સુધા યોજનાના વાસણોની ખરીદી માટે ₹4,27,400 જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી.જેમાં સંજેલી તાલુકામાં 137 જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા છે.પોષણ સુધા યોજનામાં સગર્ભા,ધાત્રી માતાઓ માટે ભોજન બનાવી જમાડવા માટે વાસણો ખરીદી કરવા માટે આંગણવાડી વર્કર બહેનોના ખાતામાં કેન્દ્રદિત 3100 જમા થયાં હતા.જે વાસણોની ખરીદી આંગણવાડી વર્કર બહેનોને કરવાની હતી. પરંતુ આઈસીડીએસના ઇશારે ચાલતા આ કેન્દ્રના બહેનોને ગોળ ગોળ વાત કરી ઉપરથી વાસણો ખરીદવાના છે કહી સુપરવાઇઝર દ્વારા સેજાવાઈસ મીટીંગ કરવામાં આવી અને દરેક સેજામાં ઉઘરાણુ કરવા એક બહેનને તૈયાર કરવામાં આવ્યા અને બધા વર્કર બહેનો પાસેથી સરકાર દ્વારા નાખવામાં આવેલી રકમ 3100 કેન્દ્ર દિઠ ઉઘરાવીને સંજેલી આઇસીડીએસ ખાતે જમા કરાવ્યા અને આઇસીડીએસના કર્મચારી દ્વારા વાસણોની ખરીદી કરવામાં આવી હતી .અને વાસણો કેન્દ્રો વાઈસ મોકલી આપવામાં આવ્યા હતાં . જેમા તપેલું નંગ 1,કડાઈ નંગ 1 ગ્લાસ નંગ 10 કુકર નંગ 1 થાળીઓ નંગ 6 અને ચમચો 1 ભાતિયા સહિતનો માલ બાકીની રકમની ઉચાપત કરવામાં આવી એજન્સી અને સુપરવાઇઝરની મિલી ભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જોકે આ કથિત ભ્રષ્ટાચાર મામલે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ? જોકે વાસણો માટે 427,400 ની ખરીદી સામે ફક્ત 1,64,000 રૂપિયાની ખરીદી કરવામાં આવી છે.ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્ર દીઠ વાસણોની તપાસ કરવામાં આવે તેમજ કઈ એજન્સીમાંથી વાસણોની ખરીદી કરવામાં આવી અને કોને વાસણો ખરીદ્યા તેની તાત્કાલિક કાયદેસર તપાસ કરવામાં આવે તેવી તેવી માંગ ઉઠવા પામી છે. જોકે પોષણ સુધા યોજનામાં વાસણોની રકમમાં લાલિયા વાડી સામે આવી બરોબાર રકમ ચાવ કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રદિત 3100 ની ખરીદી કરવાને બદલે ફક્ત કેન્દ્ર દીઠ 1200ની જ ખરીદી કરવામાં આવી છે બહેનો દ્વારા અનેકવાર આઈસીડીએસમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આ બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતા રજૂઆત કરનાર બહેનોને ધમકાવવામાં આવતી હોવાનું કેટલાક નારાજ બહેનોએ પોતાનું નામ ન આપવાને લઈ પોષણ સુધા યોજનામાં ગોટાળા વિશે માહિતી આપી હતી આ બાબતે સુપરવાઇઝર સીડીપીઓ સહિત પોષણ સુધા બહેનને પૂછતા અમને ખબર નથી પેલા બેન ને પૂછો કહી ગોળ ગોળ જવાબ આપી એકબીજાને માથે ટોપલુ ચડાવતા હોય તેમ કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. સુપરવાઇઝર તેમજ સીડીપીઓ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે જિલ્લા કક્ષાએથી આંગણવાડી તેમજ એજન્સીની કાયદેસરની તપાસ કરવામાં આવે તો મસ મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.

વાસણો ખરીદી માટે આંગણવાડી દીઢ રકમ ICDSમાં જમા કરાવી, પરંતુ વાસણો ઓછા અને તકલાદી મળ્યા :- આંગણવાડી વર્કરબેન..

પોષણ સુધા યોજનામાં વાસણો માટે આંગણવાડી દીઠ 3100 જમા થયાં હતા.તે રૂપિયા મીટીંગ રાખી બધા બહેનોના ઉઘરાવી આઇસીડીએસ માં વાસણોના પૈસા જમા કરાવ્યા હતા.અને અમને વાસણો તકલાદી અને ઓછો મળ્યો છે.

વાસણો ઓછા મળ્યા છે કંઈક કહીએ તો અમને ધમકાવે છે :- આશા વર્કર બહેન.

નામ ન આપવાની શરત કરી માહિતી આપતા વર્કરબેને એ કહ્યું પોષણ સુધાના વાસણોના 3100 અમારા ખાતા માં જમા થયાં હતા તે રૂપિયા icds માં જમા કરાવ્યા અને અમને આ વાસણો ઓછા આપ્યા છે.પણ શું કરીએ ઓફિસથી આટલા જ ફાળવ્યા છે.અમે વધારે બોલીએ તો મિટિંગમાં ધમકાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!