#DahodLive#
અમૃત ભારત સ્ટેશન અંતર્ગત કામોના લોકાર્પણ કાર્યક્રમમાં વડા પ્રધાન વર્ચ્યુલી હાજર રહ્યાં.
દાહોદમાં રેલ્વેના 38.8 લાખના કામોનો શિલાન્યાસ તેમજ 51 કરોડના ખર્ચે બોરડી ROB નું લોકાર્પણ…
24.8 કરોડના ખર્ચે દાહોદ,14 કરોડના ખર્ચે લીમખેડા રેલ્વે સ્ટેશનની કાયાપલટ થશે.
બોરડી ખાતે 51 કરોડના ખર્ચે રોડ ઓવર બ્રિજનું લોકાર્પણ થતાં 51 ગામોને ટ્રાફીક જામથી રાહત..
દાહોદ તા. ૨૬
પશ્ચિમ રેલવે યાત્રીઓની સુવિધા અને સુખાકારીને ધ્યાને લઈ 66 જેટલા રેલ્વે સ્ટેશનને અમરત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કાયાપલટ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે તે અંતર્ગત મંડળમાં સમાવિષ્ટ 16 પૈકી દાહોદ તેમજ લીમખેડા સ્ટેશનનું 38.8 કરોડના ખર્ચે રિડેવલોમ્પમેન્ટ શિલાન્યાસ તેમજ બોરડી ખાતે 51 કરોડના ખર્ચે નવનિર્મિત રોડ ઓવર બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દાહોદના જશવંતસિંહ ભાભોર , નગરપાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સ્ટેશન અંતર્ગત દાહોદમાં , એસી લોન્ચ, અત્યાધુનિક સુવિધાઓ સાથે એન્ટ્રી અને એક્ઝિટ, શોપીંગ મોલ, ગાર્ડન, રૂફ્ટોપ, ફ્રી વાઇફાઇ ની સુવિધા, અહલાદક પાર્કિંગ, તેમજ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કળાકૃતિથી સુશોભિત રેલ્વે સ્ટેશનને રીડેવલોપમેન્ટ કરી કાયાપલટ કરવામાં આવશે.
આ ઉપરાંત મહિલા તેમજ પુરુષો માટે પ્રતીક્ષાલય, લિફ્ટ તેમજ એસ્કેલેટરની સુવિધા સાથેનો ફૂટ ઓવરબ્રિજ, દાહોદ ઇન્દોર રેલપરીયોજનાને જોડતો પ્લેટફોર્મ નંબર 4 સહિતની સુવિધા દાહોદ ખાતે ઉભી થવાની છે આ ઉપરાંત લીમખેડા રેલ્વે સ્ટેશન પણ 14 કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજનામાં સામેલ કરી સ્ટેશનનુ રીડેવલોપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે ભારતીય રેલવેએ ગત વર્ષે 23.02.2023 ના રોજ દેશના 554 જેટલાં રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન અંતર્ગત રીડેવલોપમેન્ટ કરવાની યોજના અમલમાં મૂકી હતી.
જેમાં રેલવેમાં 66 જેટલા તથા મંડળમાં 16 જેટલા રેલ્વે સ્ટેશનની કાયાપલટ માટે પસંદગી કરવામાં આવેલ હતી.આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 1500 જેટલા રોડ ઓવર બ્રિજ તેમજ અંડર પાસ ને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. જેમા પશ્ચિમ રેલવેમાં 142 જયારે રામ મંડળમાં આઠ જેટલા ઓવરબ્રિજના તથા 45 જેટલા અંડર પાસના શિલાન્યાસ તેમજ ત્રણ આરોપી તેમજ 86 જેટલા અંડર પાસ ના લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યાં હતાં.