
જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં રહેણાંક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી 1,68 લાખના મુદ્દામાલ પર હાથફેરો..
દાહોદ તા.૧૮
દાહોદ શહેરના ચાકલીયા રોડ પર એક સોસાયટીમાં આવેલ મકાનમાં અજાણ્યા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી મકાનમાં પ્રવેશ કરી તીજાેરીમાંથી રોકડા રૂપીયા તેમજ દાગીના મળી કુલ રૂા.૧,૬૮,૭૫૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ શહેરમાં ચાકલીયા રોડ ખાતે ગોકુલ સોસાયટીમાં રહેતાં વિનોદભાઈ મહીપાલસિંહ સિસોદીયાનું મકાન તારીખ ૧૨મી ઓક્ટોમ્બરથી તારીખ ૧૬મી ઓક્ટોમ્બર સુધી બંધ હતું. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનમાં પ્રવેશ કર્યાેં હતો અને બેડરૂમમાં પ્રવેશ કરી મુકી રાખેલ તિજાેરી દાગીના તથા રોકડા રૂપીયા ૩૨,૦૦૦ મળી કુલ રૂા.૧,૬૮,૭૫૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે વિનોદભાઈ મહીપાલસિંહ સિસોદીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————–