મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીના ઇટાડીમાં બે બાઇક વચ્ચે ટક્કર, એકનું ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત..
સંજેલી તા.૧૬
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઇટાડી ગામે રોંગ સાઇડમાં આવતા બાઇક ચાલકે ટક્કર મારતાં બાઇક પાછળ બેસેલ યુવક પટાકાતા માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે બન્ને બાઇકોના ચાલકોને ઇજા થઇ હતી. સંજેલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સંજેલી તાલુકાના મોલી ગામના નળ ફળિયામાં રહેતા સૂર્યકાંતભાઇ કાંતીભાઇ તાવિયાડ તથા તેના મામાનો છોકરો જયેશભાઇ ભરતભાઇ ચારેલ બન્ને જણા જયેશની જીજે-17-એલ-7137 નંબરની મોટર સાયકલ ઉપર સંજેલીથી મોલી ગામ તરફ જતાં હતા. તે દરમિયાન ઇટાડી ગામે જીજે-20-એલ-7738 નંબરની બાઇકના ચાલકે પોતાના તાબાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં હંકારી લાવી જયેશની બાઇક સાથે અકસ્માત કરતાં બન્ને બાઇક પર સવારો પટકાયા હતા.
જેમાં બાઇક પાછળ બેઠેલા સૂર્યકાંતભાઇ તાવિયાડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે જયેશને માથામાં તથા પગે ઇજા તેમજ અકસ્માત કરનાર બાઇક ચાલકને પણ શરીરે નાની મોટી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત જયેશને સારવાર માટે રીફર કરાયો હતો.ત્યારે અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર ની જરૂર હોય હોસ્પિટલ ખાતે ખસેડયા હતા . જ્યાં અન્ય વ્યક્તિ ને ગંભીર ઈજાઓ ના કારણે સારવાર દરમ્યાન મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અકસ્માત સંદર્ભે પ્રકાશભાઇ તાવિયાડએ અજાણ્યા બાઇક ચાલક સામે સંજેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સંજેલી પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ જાણવા મળી રહ્યો છે.