
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે વજેલાવ ગામેથી વિદેશી દારૂ સહિત પીકઅપ ગાડી, ઇકો ગાડી તેમજ ૨- મોટરસાયકલ સાથે બે બુટલેગરને દબોચી જેલ ભેગા કર્યા
ગરબાડા તા. ૧૧
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન એમ રામી તેમજ જેસાવાડા સર્વેલન્સ સ્કોડના માણસો વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડવા માટે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વજેલાવ ગામની સીમમાં અમુક ઈસમો વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે જે બાતમીના આધારે જેસાવાડા પોલીસે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ પેટી નંગ 28 જેની કિંમત રૂપિયા 80, 640 તથા
દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ બોલેરો મેટ્રિક પ્લસ ગાડી , તેમજ મારુતિ ઈકો ગાડી, અને બે મોટરસાયકલ મળી નેલસુર ના શૈલેષભાઈ કિશનભાઇ વડક તેમજ જેસાવાડા ના અલ્કેશભાઇ સડિયા ભાઈ કટારા ને ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી દિલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખની છે કે હોળીનો તહેવાર નજીક આવવાના કારણે બુટલેગર આલમ દ્વારા તગડો નફો રળી લેવા માટે મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે..