Tuesday, 03/12/2024
Dark Mode

ગરબાડા  ખાતે ગરબાડા વિધાનસભાના લાભાર્થીઓનો આવાસ અર્પણ  કાર્યક્રમ યોજાયો.

February 10, 2024
        3374
ગરબાડા  ખાતે ગરબાડા વિધાનસભાના લાભાર્થીઓનો આવાસ અર્પણ  કાર્યક્રમ યોજાયો.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા  ખાતે ગરબાડા વિધાનસભાના લાભાર્થીઓનો આવાસ અર્પણ  કાર્યક્રમ યોજાયો.

ગરબાડા તા. ૧૦

ગરબાડા  ખાતે ગરબાડા વિધાનસભાના લાભાર્થીઓનો આવાસ અર્પણ  કાર્યક્રમ યોજાયો.

સમગ્ર દેશમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ચ્યુઅલી આવાસ અર્પણ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે ગરબાડા વિધાનસભા વિસ્તારનો આવાસ અર્પણ કાર્યક્રમ ગરબાડા માધ્યમિક શાળા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ ગરબાડા વિધાનસભા મતવિસ્તારમાં પાછલા સાત વર્ષમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને આવાસ અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો ગરબાડા વિધાનસભા મત વિસ્તારમાં 14,162 આવાસના લાભાર્થીઓને 21499.2 લાખ રૂપિયાની પ્રધાનમંત્રી આવાસ ની સહાય ના ચેક અને આવાસ ની ચાવીઓ અર્પણ કરવામાં આવી ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ના હસ્તે આવાસની ચાવી અને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી, શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી તાલુકા પંચાયત ના સદસ્યો આ કાર્યક્રમમાં હાજરી રહી આવાસ અર્પણ ની ચાવીઓ આને સહાયના ચેક આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગરબાડા AT.મહેશ પટેલ તેમજ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!