દેવગઢ બારીયામાં નગરપાલિકા દ્વારા 25 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં પ્રથમવાર પાણી ભરતા જ લિકેજ,કામગીરી સામે પ્રશ્નાર્થ..?
દેવગઢ બારીયા નગરમાં રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ નવી પાણીની ટાંકીમાં પાણી ભરતાની સાથે લીકેજ થતા ટાંકીના કામની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા છે.
દેવગડ બરીયા તા. ૪
દેવગઢ બારીયા નગરમાં પાલીકાની કચેરીની સામેની બાજુએ નગરજનોને પીવાનું પાણી પૂરું પડવા માટે માટે દેવગઢ બારીયા નગરમાં રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ નવી પાણીની ટાંકીમાં પાણી ભરતાની સાથે લીકેજ થતા ટાંકીના કામની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા છે.
દેવગઢ બારીયા નગરમાં પાલીકાની કચેરીની સામેની બાજુએ નગરજનોને પીવાનું પાણી પૂરું પડવા માટે માટે દેવગઢ બારીયા પાલીકા દ્વારા વર્ષો પહેલા પાણીની ટાંકી બનાવવામા આવી હતી. જે પાણીની ટાંકી જર્જરીત થઇ જતા નગરપાલિકા તંત્ર દ્વારા તેને તોડી પાડી અમૃત 2.0 સ્લેપ 1 વોટર સપ્લાય યોજના અંતર્ગત વર્ષ 2022-23 માં 6 લાખ લીટરની ક્ષમતા વાળી રૂપિયા 25 લાખ ના ખર્ચે નવીન પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, જે નવીન બનેલ પાણીની ટાંકીનો પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પાણી પુરૂ પાડવા માટે આ ટાંકીનો ઉપયોગ કરવા માટે તેમા પાણી ભરતા જ ટાંકીમાં નીચેના ભાગે પાણી લીકેજ થતું જોવા મળ્યું હતું. ત્યારે રૂપિયા 25 લાખના ખર્ચે 6 લાખ લિટરની ક્ષમતા નવીન બનેલ આ પાણીની ટાંકીમાં લિકેજ જોવાતાં બે માસ અગાઉ બનેલ પાણીની ટાંકીમાં લિકેજ થી અનેક સવાલો ઉઠવા પામ્યા છે.