બાબુ સોલંકી :- સુખસર
માનગઢ ધામ ખાતે 1.33 કરોડના ખર્ચે નવીન બનનાર bsnl ટાવર માટે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિ પૂજન ખાતમુહૂર્ત વિધી હાથ ધરવામાં આવી
દાહોદ લોકસભામાં લોકોને બી એસએનએલ ટાવરની સુવિધા મળી રહે તે માટે સાંસદ ના પ્રયાસો થી 41.23 કરોડના ખર્ચે નવીન બનનાર 31 મોબાઈલ ટાવરો ને મંજૂરી અપાઇ
સુખસર,તા.૩
દાહોદ જિલ્લામાં લોકોને બી એસએનએલ મોબાઈલ ટાવરની સુવિધા સહેલાઈથી મળી રહે તે માટે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે આજરોજ માનગઢ ધામ ખાતે 1.33 કરોડ ના ખર્ચે નવીન બનનાર મોબાઇલ ટાવર માટે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે માનગઢ ધામ ખાતે ટાવરની સુવિધા માટે ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત વિધિ હાથ ધરવામાં આવી હતી.માનગઢ ધામ ખાતે મોબાઈલ ટાવરની સુવિધા ન હોવાથી માનગઢધામ નજીકના ફતેપુરા અને સંતરામપુર તાલુકાના અનેક ગામોમાં મોબાઈલ ટાવર ન હોવાથી લોકોને સંપર્ક વિહોણા રહેવું પડતું હતું.જેના કારણે લોકો ને પારાવાર હાલાકી ભોગવી પડતી હતી લોકો દ્વારા દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરને રજૂઆત કરાતા સાંસદે માનગઢ ધામ ખાતે બીએસએનએલ ના ટાવર મંજૂર કરાવી આજરોજ તેની ભૂમિ પૂજન ખાત મુહૂર્ત વિધિ કરી હતી.ખાત મુહૃત વિધી પ્રસંગે ઉપસ્થિત લોકોને સાંસદ જશવંતસિંહ ભાભોરે સંબોધી જણાવ્યું હતું કે,દાહોદ લોકસભા સીટ માં 41 કરોડના ખર્ચે નવીન બનનાર 31 ટાવરો વધુ મંજૂર કરવામાં આવ્યા છે. 24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 18 ટાવરોની કામગીરી ચાલુ છે.અને લોકસભા સીટમાં વધુ 100 ટાવરો માટેની સર્વે કામગીરી ચાલુ હોવાનું જણાવી લોકોને મોબાઇલ ટાવરની સુવિધા સાથે માનગઢ ધામનો સંપૂર્ણ વિકાસ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર માનગઢધામ ના વિકાસ માટે દિવસ રાત ચિંતા કરે છે.તેવુ જણાવી દેશના વડાપ્રધાન પણ માનગઢધામ અને આદિવાસીઓના વિકાસમાં પ્રયત્નશીલ હોવાનું જણાવી આવનાર સમયમાં માનગઢ ધામને રાષ્ટ્રીય સહિદ સ્મારક તરીકે જાહેરાત કરવાની ઘોષણા કરી હતી.
ફોટો-માનગઢ ધામ ખાતે લોકોને બીએસએનએલ મોબાઈલ ટાવરની સુવિધા મળે તે માટે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવતુ ભૂમિ પૂજન અને ખાત મુહૂર્ત વિધિ જોઈ શકાય છે*