Sunday, 08/09/2024
Dark Mode

મિલ્કતદારો સામે કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત:પાલિકાએ ત્રણ દિવસમાં 30 દુકાનો સીલ કરી.. દાહોદમાં નગરપાલિકા તંત્રે ત્રીજા દિવસે વધુ 14 દુકાનોને સીલ મારતા ખળભળાટ…

February 3, 2024
        486
મિલ્કતદારો સામે કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત:પાલિકાએ ત્રણ દિવસમાં 30 દુકાનો સીલ કરી..  દાહોદમાં નગરપાલિકા તંત્રે ત્રીજા દિવસે વધુ 14 દુકાનોને સીલ મારતા ખળભળાટ…

રાજેશ વસાવે :- દાહોદ 

મિલ્કતદારો સામે કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત:પાલિકાએ ત્રણ દિવસમાં 30 દુકાનો સીલ કરી..

દાહોદમાં નગરપાલિકા તંત્રે ત્રીજા દિવસે વધુ 14 દુકાનોને સીલ મારતા ખળભળાટ…

ગોદીરોડ નૂર સ્કવેર બિલ્ડીંગની બાજુમાં આવેલી MIK ટાવરની 12 દુકાનો તેમજ સિંહ સર્કલ પાસેની 2 દુકાનો સીલ મરાઈ..

દાહોદ તા.02

મિલ્કતદારો સામે કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત:પાલિકાએ ત્રણ દિવસમાં 30 દુકાનો સીલ કરી.. દાહોદમાં નગરપાલિકા તંત્રે ત્રીજા દિવસે વધુ 14 દુકાનોને સીલ મારતા ખળભળાટ...

 દાહોદ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં આવેલ મિક્લતોના બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા કડક વલણ અપનાવી મિલ્કતદારો સામે કાર્યવાહીનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યો હતો.જેમાં તંત્રે આજે વધુ 14 જેટલી દુકાનોને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 દાહોદ નગરપાલિકા તંત્રે શહેરી વિસ્તારમાં આવેલા મિલકતદારો દ્વારા અવારનવાર નોટિસો ફટકારતા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે ગલ્લા તલ્લા કરતા આખરે દાહોદ નગરપાલિકાએ કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગઈકાલે પરમ દિવસે પડાવ વિસ્તારમાં આવેલી 4 દુકાનોના ટેક્સની ભરપાઈ ન કરતા દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે દિવસે ગોદીરોડ ખાતે આવેલા નૂર સ્ક્વેર હાઇરાઇઝ બિલ્ડિંગમાં બીજા માળે 12 જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી.જે આજે પણ યથાવત રહેવા પામી હતી. જેમાં ગોદીરોડ નૂર સ્કવેરની બાજુમાં આવેલી MIK ટાવરની 12 દુકાનો સીલ મારવામાં આવી હતી.જે બાદ સિંહ સર્કલ પાસેની બિલ્ડીંગમાં આવેલી વધુ 2 દુકાનોને સીલ મારવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા સમયમાં પાલિકા તંત્ર જે મિલ્કતદારોએ NRP ની ભરપાઈ ન કરેલ હશે તેમની પણ મિલ્કત સીલ કરવા કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.પાલિકા દ્વારા ઓચિંતી કામગીરી હાથ ધરતા કેટલાક મિલ્કતદારો દ્વારા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે દોડધામ કરતા હોવાનું દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!