
અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સિંગવડમાં આમંત્રણ પત્રિકાઓ તથા અક્ષત વિતરણ કરાયા.
સીંગવડ તા. ૧૭
સિંગવડ ગામમાં 22 તારીખે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તેના ઉપલક્ષમાં પત્રિકાઓ તથા અક્ષત આપવામાં આવ્યા હતા.જ્યારે અયોધ્યામાં 22 તારીખે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને આખા દેશમાં દરેક મંદિરોમાં મોટા મોટા કાર્યક્રમો થવાના હોય જ્યારે બધા અયોધ્યા નહીં જઈ શકે તેના હેતુથી સિંગવડ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રીરામ સેવા સમિતિ આરએસએસ વગેરે કાર્યકર્તાઓ દ્વારા કોલેજ થી ઢોલ નગારા સાથે સિંગવડના દરેક ઘરોમાં અયોધ્યાથી આવેલી પત્રિકાઓ તથા અક્ષત (ચોખા) વગેરે સિંગવડ ગામના દરેક ઘરોમાં આપવામાં આવ્યા હતા અને 22 તારીખે દરેક જણા રત્નેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમ રાખેલો હોય તો આ અક્ષત (ચોખા) વગેરે ત્યાં લઈને આવીને આપણે અયોધ્યા જેવો કાર્યક્રમ અહીંયા કરવામાં આવશે તથા અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તેનો લાઇવ કાર્યક્રમ પણ ત્યાં નિહાળવામાં આવશે સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હોય અને 22મી તારીખે આખું ગામ બંધ રાખીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું.