મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના ચમારીયા ગામે કેનાલમાં ભગાણ સર્જાતા ખેતરમાં ઢીસણ સમા પાણી ભરાયા…
સિંચાઇ વિભાગની બેદરકારી ખેડૂતોના ઉભા પાકને પાણી ફરી વળ્યાં..
પાકને નુકસાન વળતરની માંગ ઉઠી..
સિંચાઈ વિભાગના કર્મચારી કુમકર્ણની જેમ ઘોર નિંદ્રામ
નહેરમાં ભંગાણ સર્જાતા ઝાલોદ સિંચાઈ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી.
સંજેલી તા.07
સંજેલી તાલુકાના ચમારીયા ગામે ખેડૂતોના ખેતરમાં કાળીયાહેર તળાવમાંથી સિંચાઈ માટે આવતું પાણી નહેરમાં ગાબડું પડી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યું અને ઉભા પાકને નુકસાનને લઈ વળતર આપવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
કાળિયાહેર તળાવમાં સિંચાઈનું પાણી આપવા માટે વર્ષો અગાઉ નહેરનું બાંધકામ કરવામાં આવ્યું હતું તે નહેરનું કામના વર્ષો વિત્યાં ઠેર ઠેર ગાબડા તેમજ જખ્મી હાલતમાં અને તૂટેલી હાલત તેમજ મોટા પ્રમાણમાં બાવળના તેમજ અન્ય મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા ઊગી નીકળેલા છે. સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારોની બેદરકારીના કારણે નહેરની કોઈપણ જાતની માવજત ઝાડી ઝાખરા સાફ કરવામાં તકદી લેવામાં આવતી નથી. નહેરની સાફ સફાઈ તેમજ ગાબડા રીપેરીંગ કર્યા વિના જ પાણી છોડાતા ખેડૂતોનો રવિ સિઝનના ઘઉંની ખેતી પાકોમાં ઢિસણ સમા પાણી ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતો નુકસાન થયું અને હાલ નહેરમાં ગાબડું પડવાથી ઉભા પાકને ઢિસણ સમા પાણી ભરાતા ખેડૂતો ભારે સંકટ અને ચિંતામાં મુકાયા. ખેડૂતો મોંઘા ભાવના બિયારણો ખાતર લાવી પોતાની ખેતી કરી રહ્યા છે અને નહેરમાં ભગાણ સર્જાતા ખેડૂતોના ખેતીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો જેને લઇ ખેડૂતો વળતળની માંગ કરી રહ્યા છે.
કાળિયા હેર સિંચાઈમાં યોજનામાં નહેર આવે છે વર્ષોથી ઝાડી ઝાખરા મોટા પ્રમાણમાં ઊગી નીકળ્યા છે કોઈપણ જાતની સાફ-સફાઈ કરવામાં આવતી નથી અને ધ્યાન આપવામાં આવતું નથી જેથી નહેરમાં ગાબડું પડતા અમારા ખેતરમાં ઢીસણ સમા પાણી ફરી વળ્યું અને ઉભા પાકને નુકસાન થયુ છે અમને વળતર મળવું જોઈએ.
સેલોત ભુરસીંગભાઈ ખેડૂત.
મોંઘા ભાવના બિયારણો ખાતર લાવી ખેતી કરી કરી રહ્યા છે અને નહેરમાં ભાંગણ સર્જાતા અમારા ખેતરમાંથી ઢીસણ સમા પાણી ફરી વળ્યું અને અમારા ઉભા પાકને નુકસાન થયું છે અને અમને સરકાર તરફથી વળતર મળે તેવી નમ્ર અરજ છે..