લીમખેડાના માર્કેટ રોડ વિસ્તારમાં આવેલા લીમડાના સુકાયેલા ભાગને દુર કરવાની સ્થાનિકોની માંગ
દાહોદ તા. ૫
લીમખેડામાં લોકોની ભારે અવરજવર વાળા માર્કેટ વિસ્તારમાં આવેલા એક ઘટાદાર લીમડાના વૃક્ષનો વચ્ચે થી આખોય ભાગ સુકાઈ ગયો છે જેની નીચેથી વીજ લાઈન પસાર થાય છે આ લીમડાનો સુકાઈ ગયેલો ભાગ ગમે ત્યારે ધરાશાયી થાય તો જાનહાનિ થાય તેવી સંભાવના છે તેથી સુકાઈ ગયેલાં લીમડાના વૃક્ષને સત્વરે ઉતારી લેવા માટે લોકોની માંગ ઉઠી છે.
લીમખેડાના માર્કેટ રોડ ઉપર લીમડાના વૃક્ષનો એક ભાગ સુકાઈ જવાથી ગમે ત્યારે પડી જાય તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે, આ વૃક્ષોની નજીક એમ.જી.વી.સી.એલ ની વિજ લાઈન પસાર થાય છે, આ રોડ ઉપર એ.પી.એમ.સી તેમજ બે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની ઓફિસો આવેલ હોવાથી આ રોડ પર સતત લોકોની અવર જવર રહેતી હોય છે, સુકાયેલ લીમડાના વૃક્ષનો ભાગ સામાન્ય પવન મા પણ પડી જાય તેવી આશંકા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આ વૃક્ષનો સુકાયેલ ભાગને ત્વરિત દુર કરવાની લોક માંગ ઉઠી છે, તંત્ર તાત્કાલિક આ લીમડાના સુકાયેલા ભાગને દુર કરે તો આકસ્મિક દુર્ઘટના થતી અટકાવી શકાય તેમ છે.