સંજેલીના માંડલીમા 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ આશ્રમ શાળા ખાતે યોજાયો.

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલીના માંડલીમા 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ આશ્રમ શાળા ખાતે યોજાયો.

તાલુકાના 34 ગામોના લાભાર્થીઓ 13 વિભાની 56 સેવાનો લાભ મળ્યો.

સંજેલી તા.31

સંજેલીના માંડલીમા 9મો તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ આશ્રમ શાળાના પટાવણમાં ખાતે યોજાયો. સંજેલી તાલુકાના તાલુકાના ચમારીયા, કોટા,અનિકા, ડુંગરા, સરોરી, બચકરીયા,કલ્યાણપુરા, વાસિયા સહિતના 34 ગામોના લાભાર્થીઓ 13 વિભાની 56 સેવાનો લાભ લીધો.જેમાં ૫૬ જેટલી વિવિધ યોજનાઓ સરકારી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પોતાના ગામે અને ધરે ધરે મળી રહે તે હેતુથી આ નવમો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મામલતદાર જે.પી. પટેલ. તાલુકા વિકાસ અધિકારી મકવાણા, માંડલીના સરપંચ જિલ્લા સભ્ય એપીએમસીનાં ચેરમેન, પાર્ટી પ્રમુખ તેમજ ૩૪ જેટલા ગામના લાભાર્થીઓ તેમજ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

આ પ્રસંગે કુલ ૩૪ જેટલા ગામો વચ્ચે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુમાં ૫૬ જેટલી વિવિધ યોજનાઓનો ૧૨૫૩ જેટલી અરજીઓનો લાભ લીધો હતો.રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને પોતાના ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ મળી રહે

અને તેઓને નડતા પ્રશ્નોની અરજીઓનો ત્વરિત નિકાલ લાવવા તેમજ સરકારની વિવિધ નવી યોજનાઓ વિશે જાગૃત કરવામાટે કાર્યક્રમો યોજવામાં આવે છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા લોકોને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા

અને સરકાર ઘરના આંગણે આવીને છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ લઈ ને આવી છે તો તે યોજનાઓ નો અચૂક લાભ લેવા જણાવ્યું હતું.

Share This Article