પીપલોદ-સિંગવડ વચ્ચે રેલવે બ્રિજની બંને સાઈડ પર સર્વિસ રોડ બિસ્માર હાલતમાં:વાહન ચાલકોને હાલાકી..
પીપલોદ તા. ૨૫
પીપલોદ થી સિંગવડ આવવા માટે રેલવે બ્રિજ બનાવવામાં આવે તેની બંને સાઈડ ની જગ્યામા સર્વિસ રસ્તો બનાવવામાં આવ્યો છે.તેને બરોબર નહીં કરાતા આવતા જતા વાહનચાલકોને નુકસાન થતા એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે.
પીપલોદથી સિંગવડ આવવા માટે રેલ્વે પર ઓવરબ્રિજ બનાવવામાં આવે છે તેની બંને સાઈડો માં જે કાચો સર્વિસ રસ્તો નીકળવામાં આવ્યો છે તેનું બરોબર પૂરન નહીં કરાતા તે રસ્તા પરથી નીકળતા વાહનો ને નુકસાન થતું હોય છે જ્યારે ઘણી વખત એક્સિડન્ટ થવાનો ભય પણ રહેતો હોય છે જ્યારે આ રેલવે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ અને હવે પૂર્ણ થવાની આરે આવ્યા છતાં પુલ ની ગોધરા થતા દાહોદ જતા રસ્તા જે બંને સાઈડ માં કાચા સર્વિસ રસ્તા બનાવવામાં માં આવ્યા તે રસ્તા ઉપર ઘણા ખાડા પડી ગયા હોય જ્યારે આ ખાડાઓને પૂરવામા પણ નથી આવતા કે તેના પર ડામર રસ્તો બનાવવા પણ નથી આવતો જ્યારે આ તો પુલ ટૂંક સમયમાં બની જશે પરંતુ આ પુલની બંને સાઇડ ઉપર ફટાફટ ડામર રસ્તો બનાવવામાં આવે તો રસ્તા ઉપર નીકળતા વાહન ચાલકો તેની સુવિધા મળી રહે અને તેમના વાહનનો ને નુકસાન થતું અટકી શકે તેમ છે જ્યારે આ કાચા રસ્તા પર ખાડા પડી ગયો હોય તેના માટે પુલના કોન્ટ્રાક્ટ ને વારંવાર રજૂઆત કરવા છતાં તે કાચા રસ્તાને સરખો કરવામાં આવતો નથી અને તેના પર ડામર કરવાની વાત કરતા હોય છે પણ હજુ સુધી કરવામાં આવ્યો નથી જ્યારે રસ્તા ઉપર ઘણા ટાઈમથી ખાડાઓ પડી ગયા છે તેને પણ કોન્ટ્રાક્ટર આ રસ્તા માટે કશું પણ દેખવામાં નહીં આવતા તેનો ભોગ વાહન ચાલકોને બણવું પડે છે જ્યારે આ રસ્તા ઉપર તો ડામર રોડ બનાવવો પડવાનો જ છે છતાંઆ રેલવેના પુલ ના કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડની બંને સાઈડો ફટાફટ બનાવી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શું આ સમાચાર છાપ્યા પછી સર્વિસ રોડ પર ડામર રોડ બનાવવામાં આવશે કે પછી જેસે તે પરિસ્થિતિ યથાવત રહેશે તે હવે જોવું રહ્યું.