Sunday, 13/07/2025
Dark Mode

દાહોદમાં સગીરા પર ગેંગરેપની સનસનીખેજ ઘટના..વાસનાના ભૂખ્યા 15 નરાધમોએ એક મહિનાના સુધી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું:સામૂહિક દુષ્કર્મમાં બે મહિલાઓની સંડોવણી..

September 26, 2021
        5063
દાહોદમાં સગીરા પર ગેંગરેપની સનસનીખેજ ઘટના..વાસનાના ભૂખ્યા 15 નરાધમોએ એક મહિનાના સુધી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું:સામૂહિક દુષ્કર્મમાં બે મહિલાઓની સંડોવણી..

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં સગીરા પર ગેંગરેપ ની સનસનીખેજ ઘટના..

 વાસનાના ભૂખ્યા 15 નરાધમોએ એક મહિનાના સમયમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું:સામૂહિક દુષ્કર્મ માં બે મહિલાઓએ પણ મદદગારી..

સગીરા સાથે દુષ્કર્મના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી સગીરાનું બ્લેકમેલ કર્યુ:એક વર્ષ અગાઉની ઘટનામાં પોલીસની પણ ઘોર બેદરકારી

 દાહોદ એડિશનલ સેશન્સ કોર્ટમાં ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં:આરોપીઓના ધરપકડના ચક્રો ગતિમાન

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરની ચકચારી ઘટના સામે આવી છે. એક, બે નહીં પરંતુ ૧૫ લઘુમતિ કામના ઈસમોએ એક લઘુમતિ કોમની સગીરા ઉપર એક મહિનાના સમયગાળા દરમ્યાન સામુહિક બળાત્કાર ગુજાર્યાે હોવાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં આ ઘટનાને પગલે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. આ ૧૫ ઈસમો પૈકી ૨ મહિલાઓ પણ બળાત્કારના ગુન્હામાં આરોપીઓ સાથે સામેલ હોવાનું સામે આવ્યું છે. દાહોદ શહેરમાંજ રહેતાં ૧૭ ઈસમો સામે એક સગીરા ઉપર સામુહિક બળાત્કાર ગુજાર્યાે હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે ત્યારે સગીરાના તેના વિડીયો, ફોટોસ સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેવાની સગીરાને ધાકધમકીઓ પણ સગીરાને આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘટના વર્ષે ૨૦૧૯ની સાલમાં બની હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે અને વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આ કેસ નામદાર એડીશનલ સેશન્સ કોર્ટ, દાહોદની ફરિયાદ આવતાં દાહોદ શહેર પોલીસે નોંધાવા પામી હતી. આ ઘટનાના આશરે બે થી અઢી વર્ષ વિતી ગયાં બાદ સગીરાને હવે ન્યાય મળતો દેખાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ઘટનાને પગલે એક્શનમાં આવેલ પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. આરોપીઓ દ્વારા સગીરાને બ્લેકમેઈલ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે.

બે વર્ષ અગાઉ લઘુમતી કોમના 15 શખ્સોએ સતત એક મહિના સુધી  15 વર્ષની સગીરાને તાર-તાર કરી: લઘુમતી કોમની બે મહિલાઓની પણ ગેંગરેપમાં સંડોવણી 

ગુજરાત રાજ્યના નાનકડા અને ગ્રામીણ વિસ્તાર ધરાવતાં એવા નાનકડા દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં સામુહિક બળાત્કારનો કિસ્સો સામે આવતાં સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદમાં રહેતી એક લઘુમતિ કોમની સગીરા ઉપર વર્ષ ૨૦૧૯ની સાલમાં તારીખ ૦૨.૦૬.૨૦૧૯ થી તારીખ ૨૫.૦૭.૨૦૧૯ એટલે કે, કહી શકાય કે, એક મહિનાના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, કસ્બા, પિંજારવાડ, મેમુનનગર ખેરૂનીશા મસ્જી પાસે ગોધરા રોડ, દાહોદ, આ વિસ્તારમાં રહેતાં ૧૭ જેટલા લઘુમતિ કોમના યુવકો જેમાં મતિ નયનભાઈ કાજી, નિજામ રાજુભાઈ કાજી, જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઈ શેખ, અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી, સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ ર્મિજા, મોઈનુદ્દીન ખતરી, અજરૂદ્દીન ખતરી, હસનબાબા, મઝહરકાજી, હૈદર કુરેશી, સહેબાજ શેખ, જાબીર સૈયદ, ઈશરાર ઉર્ફે ઈસ્સુ, ગુજ્જુ ઘાંચી, મુસ્કાન, બીરદોશી નિજામ રાજુભાઈ કાજીની પત્નિ, નિજામ રાજુભાઈ કાજીની માતા આ બે મહિલાઓ સાથે મળી ઉપરોક્ત ૧૫ લઘુમતિ કોમના યુવકોએ સગીરા ઉપર તેના ઘરે તેમજ દાહોદ શહેરમાં અલગ અલગ સ્થળે અલગ અલગ સમયે બળાત્કાર ગુજાર્યાેં હતો.

વાસના ભુખ્યા નરાધમોએ સગીરા જોડે બળાત્કારના વિડીયો તેમજ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની આપી ધમકી: સગીરાના શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ક્રૂરતાની તમામ હદ વટાવી

બળાત્કાર ગુજાર્યાં બાદ આ ૧૭ ઈસમો દ્વારા સગીરાને શારિરીક અને માનસીક ત્રાસ પણ આપતાં હતાં અને હેરાન પરેશાન સહિતની પ્રાડતના પણ સગીરાને આપતાં હતાં. બળાત્કાર ગુજાર્યાના વિડીયો તેમજ ફોટોસ આ આરોપીઓએ મોબાઈલ ફોન વિગેરેમાં ઉતાર્યાં બાદ તેને સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ પણ સગીરાને આપવામાં આવતી હતી અને સગીરાને બ્લેકમેઈન કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કોઈને કહીશ કે, પોલીસમાં ફરિયાદ આપીશ તો તને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આ આરોપીઓ સગીરાને આપતાં હતાં.

દાહોદની નામદાર એડીશનલ સેસન્સ કોર્ટની ફરિયાદ આવતાં દાહોદ શહેર પોલીસ મથકે બે મહિલા સહિત કુલ ૧૭ સામે ગુનો નોંધાયો:બળાત્કારનો ભોગ બનેલી સગીરાને અઢી વર્ષ બાદ ન્યાયની આશા બંધાઈ.. 

આ સમગ્ર મામલો દાહોદની નામદાર એડીશનલ સેસન્સ કોર્ટની ફરિયાદ આવતાં દાહોદ શહેર પોલીસ મથકે ગતરોજ તારીખ ૨૫.૦૯.૨૦૨૧ના રોજ રજીસ્ટર થયેલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
બે થી અઢી વર્ષના લાંબા સમયગાળા દરમ્યાન ઉપરોક્ત ૧૭ ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં સામુહિક બળાત્કારનો ભાગે બનેલ સગીરાને ન્યાય મળવાની આશા દેખાઈ રહી છે ત્યારે પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

—————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!