સંજેલી મહેન્દ્ર :- ચારેલ..
સંજેલી તાલુકા ની વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રતાપપુરા ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને સમાપન.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ.
સંજેલીના પ્રતાપુરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત.
છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ રથ.
સંજેલી તા. ૯
સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે વિકસિક ભારત સંકલ્પ યાત્રા આજે પ્રતાપુરા ખાતે ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને સમાપન કરાયુ. છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ રથના અંતિમ દિવસે પ્રતાપપુરા ગામે રથનું ઉત્સાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો છેવાડા માનવી સુધી ગામે ગામ પહોંચે તેવા આશયથી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પ્રતાપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભનો વિતરણ કરાયું હતું. સંજેલી તાલુકાના પ્રતાપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યા દેશ અને રાજ્યને આત્મા નિર્બળ બનાવવા શપથ લીધા છેવાડા ના દરેક લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જુદાજુદા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનો વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારા, જિલ્લા સભ્ય,તાલુકા સભ્ય,તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોર, એલ ડી મકવાણા, પૂર્વ Apmc ચેરમેન, ન્યાય સમિતિ ચેરમેન, મામલતદાર,સરપંચો સહિત તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંજેલી તાલુકાના પ્રતાપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ રથનું ધારાસભ્ય રમેશ કટારા ના અધ્યક્ષ સ્થાને સમાપન.