મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના કકરેલીમાં દીપડાનો આંતક:વન્ય પ્રાણી દિપડાએ બકરાને ફાડી ખાતા સ્થાનિકોમાં ફફડાટ.
બે ડુંગરની વચ્ચે આવેલું ગામ કકરેલીમાં દીપડાએ 1બકરાનું મારણ.
અંધારાનો લાભ લઇ દીપડાએ બકરાને ફાડી ખાતા સંજેલી વન વિભાગ ને જાણ કરાઈ.
થાંભલો પડી જતા 5 દિવસથી લાઈટ વગરના કકરેલી ગામના રહીશો અંધારામાં રહેવાનો વારો આવ્યો.
સંજેલી તા.04
સંજેલી તાલુકાના બે ડુંગર વચ્ચે આવેલ ગામ કકરેલી અમલીયાર ફળિયામાં અંધારાનો લાભ લઇ ઠાળિયામાં બાંધેલ એક બકરાને દિપડાએ ફાડી ખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે કકરેલી ગામ બે ડુંગર વચ્ચે આવેલું ગામ છે.5 દિવસથી લાઈટ થી વંચિત હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ લાઈટ ન હોવાના કારણે અંધારાનો લાભ લઇ દીપડાએ બકરાને ફાડી ખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરના ઠાળિયામાં બાંધેલ બકરાને દીપડાએ મારણ કરતા સંજેલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સંજેલી તાલુકાના કકરેલી ગામના રાવત જયંતીભાઈ વીરસીંગભાઇ ના ઘરે
ઠાળિયામાં બાંધેલા એક બકરાનું દીપડાએ મારણ કર્યું વિગત પ્રાપ્ત થઇ તેમજ પાંચ દિવસ પહેલા પવન સાથે વરસાદ વરસવાના કારણે થાંભલો પડી ગયો જેથી પાંચ દિવસથી લાઈટ ન આવતા તકનો લાભ ઉઠાવી દીપડાએ ઠાળિયામાં બાંધેલા બકરાને ટાર્ગેટ કર્યો હોવાનો ગ્રામજનોની રાવ.
સંજેલીના કકરેલી અમલીયાર ફળિયામાં ઠાળિયામાં બાંધેલ એક બકરાને દીપડાએ મારણ કરતા ગ્રામજનો ભયનો માહોલ સર્જાયો આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી સાથે આ દીપડોને પાંજરું મૂકી પકડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
અમારા ગામમાં છેલ્લા પાંચ દિવસથી લાઈટ નથી,અંધારાનો લાભ લઇ પીપળા એ માલણ કરેલું છે :-ગીરીશ રાઠોડ કકરેલી ગ્રામજન
કકરેલી વિસ્તારમા આજુબાજુ જંગલ અને ઝાડી વિસ્તાર છે. લાઈટ ન હોવાના કારણે દિપડો આવી જતા એક બકરીનું મારણ કર્યું આ બાબતે અમે વન વિભાગને પાંજરું મુકવા જાણ કરી હતી અને લાઈટના થાંભલો પડી જતા અમે એમજીવીસીએલને પણ રજૂઆત કરી છે છતાં હજી લાઈટના ઠેકાણા નથી તંત્ર દ્વારા વહેલી તકે લાઈટ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.