મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સરપંચના ખેતરો જ સુરક્ષિત નથી તો ગ્રામજનોના ખેતરો ક્યાં સુરક્ષિત રહેશે.?
સંજેલીમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા પંચાયતને રજૂઆત કરી
સંજેલી નગરમાં રખડતા ઢોરો નો અસહ્ય ત્રાસથી ખેડૂતો કંટાળ્યા…
2 દિવસમાં કાર્યવાહીના કરવામાં નહિ આવે તો પંચાયતમાં ઢોરોને હાકી લાવવા ખેડૂતોની ચીમકી.
સંજેલી નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ ઉભા પાકને નુકસાન થતા પંચાયત ને લેખિત રજૂઆત.
કમોસમી વરસાદને લઈ પાકનું નુકસાન અને બીજી બાજુ ઢોરો ના કારણે નુકસાન થતા ખેડૂતોમા રોષ.
સંજેલી તા. ૧
સંજેલી નગરમાં છુટા મુકેલા ઢોરોના કારણે ખેતીના પાકને નુકસાન થતાં સંજેલી પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી. રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા ખેડૂતોના ખેતરના પાકને નુકસાન કરતા રખડતા નગરના મૂંગા પશુઓ. સંજેલી સરપંચના ખેતર જ સુરક્ષિત નથી તો ગ્રામજના ખેડૂતોના ખેતરોની તો વાત જ શું? સંજેલી નગર સહિત આજુબાજુના ખેડૂતોને પણ ઢોરો દ્વારા ઉભા પાકને ભારે નુકસાન થતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા સંજેલી પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. 40 જેટલા મૂંગા પશુઓ રખડતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરવામાં આવી રહીયુ છે. રખડતા પશુના માલિક સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ પાકનું નુકશાની થતા ખેડૂતને વળતર આપવામાં આવે અને બે દિવસમાં ઢોરોને પકડી પાંજરાપોળમાં ધકેલી દેવામાં આવે જો આવું કરવામાં ના આવે તો ખેડૂતો દ્વારા પંચાયતમાં ઢોરોને હાકીલાવી મૂકી જવા ખેડૂતોની ચીમકી ઉચ્ચારવામાં આવી. એક બાજુ
કમોસમી વરસાદને લઈ પાકને નુકસાન ત્યારે બીજી બાજુ રખડતા ઢોરોનો ત્રાસ રાત્રી દરમિયાન ખેડૂતોના ખેતરમાં ઘૂસી જવાના કારણે ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોંઘા ભાવના બિયારણ દવાઓ ખાતરોના ભાવ પણ આશમાને હોવાથી ગરીબ ખેડૂતોમાં ચિંતા કમોસમી વરસાદના કારણે તાલુકામાં મોટા પ્રમાણમાં ઉભા પાકને નુકસાન અને રાત્રી દરમિયાન 30 થી 40 જેટલા ઢોરો દ્વારા પાકને નુકસાન કરતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે.
સંજેલી નગરમાં ઠેર ઠેર જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોનો અડ્ડો જમાવી રસ્તા ઉપર બેસી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મૂંગા પશુઓ દિવસે બાદશાહની જેમ રોડ પર બેસી રહે છે અને રાત્રે રાજાની જેમ આખે આખા ટોળા સરપંચના ખેતર સહિત આજુબાજુમાં આવેલ ખેડૂત ના ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન કરતા હોય છે.
સંજેલીમાં રખડતા ઢોરોના ત્રાસથી પાકને નુકસાન થયું છે, જવાબદારો સામે પગલા લેવાશે :- સરપંચ મનાભાઈ વેલજી ચારેલ.
સંજેલી નગરમાં રખડતા ઢોરોનો કારણે પાકનું નુકસાનીની રજૂઆત આવી છે.રખડતા ઢોરો કોના રખડે છે તેની જાહેરાત કરવામાં આવશે ઢોરોના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.