નકલી સરકારી કચેરી કૌભાંડનો રેલો દાહોદ તરફ :100 કામોના બહાને 18.59 કૌભાંડ આચર્યું
કરોડોના કૌભાંડની તપાસ દાહોદ એએસપીને સોંપાઇ
દાહોદ જિલ્લામાં 5 વર્ષમાં 18.59 કરોડની ગ્રાન્ટ ફાળવી પણ તપાસની તસ્દી જ ન લેવાઇ.
અધિકારીઓ સાથે રાજકીય અગ્રણી અને કેટલાક કોન્ટ્રાક્ટરો ફરતે ગાળિયો કસાવવાની પ્રબળ આશંકા
દાહોદ તા.૧૦
છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી મામલા નો રેલો દાહોદ જિલ્લાના ઝાલોદ સુધી પહોંચ્યો છે જેમાં નકલી સરકારી કર્મચારી તરીકે બની બેઠેલા એસઆર રાજપુત દ્વારા ડભોઇ ની એક અને દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ પાંચ કાર્યપાલકની સરકારી કુલ છ કચેરીઓમાંથી એસઆર રાજપુત દ્વારા કાર્યપાલક ઇજનેર ના નામની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી રૂપિયા ૧૮,૫૯,૯૬,૭૭૪ (18 કરોડ 59 લાખ 96,774) પોતાના આર્થિક લાભ માટે મેળવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડતા આ મામલે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરીના સિનિયર ક્લાર્ક દ્વારા ફરિયાદ નોંધાવતા એસ આર રાજપૂત સામે વધુ એક ફરિયાદ નોંધાવવા પામી છે ત્યારે સમગ્ર મામલે આગામી દિવસોમાં અનેક રહસ્યો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એસ આર રાજપૂત તથા તેની સાથેના અન્ય ઈસમોએ ભેગા મળી તારીખ ૧૧.૦૨.૨૦૧૭ થી તારીખ ૨૩.૦૩.૨૦૨૩ ના અલગ અલગ સમય ગાળા દરમિયાન નાયબ કાર્યપાલક ઇજનેર નાની સિંચાઈ પેટા વિભાગ, નર્મદા દળ જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ, કાર્યપાલક ઇજનેર નર્મદા સિંચાઈ નહેર વિભાગ નં. ૩ ડભોઇ, કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન દાહોદ, કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન-૨ દાહોદ, નર્મદા નગર કોલોની ઝાલોદ, દાહોદ રોડ, જિ. દાહોદ, કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન આઈટીઆઈ ની બાજુમાં, ઝાલોદ રોડ, દાહોદ જી. દાહોદ કાર્યપાલક ઈજનેર પાઇપ લાઇન પ્રોજેક્ટ ડિવિઝન, દાહોદ, જિ. દાહોદ ના નામની ખોટી કચેરીઓ ઊભી કરી, કાર્યપાલક ઇજનેર ના નામની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી, તેના સહી સિક્કા બનાવી, ખોટી સહીઓ કરી ખોટી દરખાસ્તો (દસ્તાવેજો) તૈયાર કરી ગુન્હાહિત કાવતરા ના ભાગરૂપે ખરા તરીકે ઉપયોગ કરી સરકારને કુલ શો કામોના રૂપિયા ૧૮,૫૯,૯૬, ૭૭૪ (18 કરોડ 59 લાખ 96,774) રકમના નાણાં પોતાના આર્થિક ફાયદા માટે મેળવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ નથી જવા પામ્યો હતો.
આ સંબંધે દાહોદની પ્રાયોજના વહીવટદાર ની કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ રાજેશભાઈ બામણીયા દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.