રાજેશ વસાવે :- દાહોદ
તારીખ 9 નવેમ્બર ના રોજ દાહોદ જિલ્લા આચાર્ય સંઘ ની નવી ટીમ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને શુભેચ્છા મુલાકાત કરી
દાહોદ જિલ્લાના નવા ચૂંટાયેલા આચાર્યશ્રી સંચાલક મંડળ ના પ્રમુખશ્રી સહિતના તમામ હોદ્દેદારો દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી
નવા હોદ્દેદારોએ કચેરી સાથે રહીને પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી
દાહોદ તા.૧૦
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેશભાઈ મેડા તેઓની સાથે મિટિંગની ચર્ચામાં જણાવ્યું હતું કે છ મહિનાના શાસનમાં ઉચ્ચતર પગાર ધોરણની તમામ ફાઈલો અંદાજિત 1315 નિકાલ આંશિક ઉપાડ ના 87 દરખાસ્તનો નિકાલ છેલ્લા ત્રણ વર્ષમાં નિકાલ ના થયો હોય તેવી 200થી વધુ સીપીએફ ફાઈલોનો ગાંધીનગર મોકલી નિકાલ કરેલ છે વિદ્યાદીપ યોજના અને ઉચ્ચક નાણાકીય સહાયની તમામ દરખાસ્તો નો હકારાત્મક ઉકેલ લાવ્યા છે તદુપરાંત કચેરીમાં ઘણા સમયથી પડતર મોટા ભાગના પ્રકરણો નિકાલ કરેલ હોવાનું જાણવા મળેલ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પગારથી વંચિત તમામ પ્રવાસી શિક્ષકોના પગાર ચૂકવી તમામની દિવાળી સુધારી હોવાનું જાણવા મળેલ છે 2019 થી આખરી ઉપાડના પડતર કેસો બાબતે એલ.એફ.કચેરી સાથે સંકલન સાધી સકારાત્મક કેસો મંજૂર કરાવી ચૂકવણીની પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે
સાથે સાથે સંચાલક મંડળ તરફથી પણ તેઓ ને ખાસ શુભેચ્છા પાઠવવામાં આવી હતી કારણ કે નિભાવ ગ્રાન્ટ ના બે હપ્તા એક સાથે મળતા સંચાલક મંડળને પણ રાહત ની અનુભૂતિ થઈ છે
મિટિંગમાં આગામી સમયમાં યોજનાર “સાંસદ કલા ઉત્સવ “અને “સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ” ની વધુમાં વધુ એન્ટ્રી થાય તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લે તેમ જણાવ્યું હતું તેમાં તમામ આચાર્ય શ્રી ઓ એ પૂરતા સહયોગની ખાતરી આપી હતી પરિણામ સુધારણા ની દિશામાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી ના લક્ષ મુજબ તમામ આચાર્યશ્રીઓ અને હોદ્દેદાર શ્રીઓએ બોર્ડની પરીક્ષામાં દાહોદ જિલ્લો 100 ટકા પરિણામ ના પંથેઆગળ વધે તેવી ભાવના વ્યક્ત કરી હતી આગામી સમયમાં આચાર્ય નવ સંસ્કાર બેઠક તથા “પરિણામ સુધારણા એક સામાજિક અભિયાન” અંતર્ગત નિવૃત્ત તમામ આચાર્ય શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોનો સહયોગ લઈને પરિણામ સુધારણામાં વધુ શું કરી શકાય તે માટેની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી છે આચાર્ય સંઘના પ્રમુખશ્રી રમેશભાઈ સંગાડા તથા તમામ હોદ્દેદારોએ કચેરી દ્વારા કરેલ કામગીરી બિરદાવી પ્રશંસા કરી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી