નશાનું વાવેતર. ધાનપુર તાલુકાના નળું ગામેથી ગાંજાનું ખેતર ઝડપાયું.. પોલીસે 32 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો.

Editor Dahod Live
1 Min Read

નશાનું વાવેતર. ધાનપુર તાલુકાના નળું ગામેથી ગાંજાનું ખેતર ઝડપાયું..

પોલીસે 32 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો.

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે એક ખેતર માલિક દ્વારા પોતાના માલીકીના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતાં દાહોદ એસ.ઓ.જી. શાખાએ ઓચિંતી રેડ પાડી લીલા ગાંજાના કુલ ૬૬૨ કિંમત રૂા. ૩૨,૭૩,૦૦૦ ના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૦૧ નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના નળુ ગામે નાકા ફળિયામાં રહેતાં ગોપસિંગભાઈ સોકાભાઈ ઉર્ફે સાંકલાભાઈ બારીઆના માલીકીના કબજા ભોગવટાના ખાતા નંબર ૩૯૯ તથા સર્વે નંબર ૦૩ વાળા ખેતર ખેતરમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ખેતરમાં વાવેતર કરેલ લીલા ગાંજાના કુલ ૬૬૨ છોડ જેનુ વજન ૩૨૭.૩૦૦ કિલો ગ્રામ કિંમત રૂા. ૩૨,૭૩,૦૦૦ ના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિક ગોપસિંગભાઈ સોકાભાઈ ઉર્ફે સાંકલાભાઈ બારીઆની પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એસ.ઓ.જી. પોલીસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————–

Share This Article