રાજેશ વસાવે :- દાહોદ
તહેવારો ટાણે સફાઈ કામદારોએ વિવિધ 15 માંગણીઓ સંદર્ભે વિરોધનો બ્યુગલ ફૂંક્યું
દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા
દાહોદ તા.૩૦
દાહોદ નગરપાલિકા હસ્તકના સફાઈ કામદારોની વિવિધ પંદર જેટલી માંગણી પુરી ન થતાં સફાઈ કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામતાં આજથી સફાઈ કામદારો અચોક્કસ મુજતની હડતાળ ઉપર ઉતરી જઈ આ મામલે પોતાની વિવિધ પંદર જેટલી માંગણીઓ સત્વરે પુરી કરવામાં આવે તે માટે દાહોદ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસરથી લઈ મુખ્યમંત્રી સુધી અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ દ્વારા રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.
અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘના દાહોદ નગરપાલિકાના હસ્તકના સફાઈ કામદારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે. સફાઈ કામદારોના જણાવ્યાં અનુસાર, તારીખ ૧૧.૦૯.૨૦૨૩ના રોજ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, વોરા સમાજના ધર્મગુરૂ આવવાના હોઈ હાલ પુરતી હડતાળ મોકુફ રાખો અને દાહોદ નગરપાલિકાના પ્રમુખની ચુંટણી પુરી થાય એટલે બેઠક કરી અને સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે બોર્ડની મંજુરી લેવાની હોય બોર્ડમાં મંજુર કરાવી લઈશું ત્યારે તારીખ ૧૩.૧.૨૦૨૩ના રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર સાથે સફાઈ કામદારોની મીટીંગ થઈ હતી જેમાં પાલિકાના સત્તાધિશોએ સમય માંગ્યો હતો અને સફાઈ કામદારોની પંદર માંગણીઓનો નિકાલ કરી આપવા માટે બાંહેધરી પણ આપી હતી ત્યારે આ મામલે સફાઈ કામદારો દ્વારા અવાર નવાર પાલિકાના જવાબદારોને લેખિત, મૌખિક રજુઆતો કરવા છતાંય આજદિન સુધી તેઓની પંદર માંગણીઓ જેવી કે, સફાઈ કામદારોને કાયમી કરવા, સરકારના નિયમો પ્રમાણેના પગાર, ભથ્થા વિગેરે આપવા સહિત પંદર માંગણીઓ આજદિન સુધી પુરી ન થતાં આખરે ન્યાય મેળવાવ માટે દાહોદ નગરપાલિકાના હસ્તકના સફાઈ કામદારોએ હડતાળ ઉપર ઉતરવાનું નક્કી કરતાં આજરોજ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયાં હતાં ત્યારે આગામી દિવાળી જેવા તહેવાર ટાણે સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જતાં આગામી સમયમાં આ હડતાળ કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે ? અને તેની શહેરમાં કેવા પ્રકારની અસર જાેવા મળશે ? તે કહેવું મુશ્કેલ છે પરંતુ સફાઈ કામદારોની હડતાળના પગલે શહેરમાં સ્વચ્છતા મામલે પ્રશ્નો ઉદ્ભવે તેમ જાેવાઈ રહ્યું છે.
——————————