ફતેપુરાના ઘુઘસ ગામે જેસીબી પલટી ખાતા 28 વર્ષીય યુવકનું દબાઈ જતા મોત નીપજ્યું, ચાલક ફરાર 

Editor Dahod Live
2 Min Read

યાસીન ભાભોર :-  ફતેપુરા..

ફતેપુરાના ઘુઘસ ગામે જેસીબી પલટી ખાતા 28 વર્ષીય યુવકનું દબાઈ જતા મોત નીપજ્યું, ચાલક ફરાર 

ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ફતેપુરા તા. ૨૪

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે દેવતાઈ ફળિયાના લોકોએ ફળિયામાં અવરજવર માટે રસ્તો બનાવવા માટે સામૂહિક ફાળો એકત્ર કરીને રસ્તો બનાવવાનું નક્કી કર્યું હતું.આ માટે ફળિયાના રહીશોએ ફાળો એકત્ર કરીને આ રસ્તો બનાવવા માટે ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામના સુરેશ દીપા પારગી નું GJ 20 R 1475 નંબરનું જેસીબી મંગાવ્યું હતું. જેથી આ જેસીબી લઈને ફતેપુરા તાલુકાના વાંગડ ગામનો આ JCB નો ચાલક મહેશ કાળુ મુનિયા ઘુઘસ ગામે દેવતાઈ ફળિયામાં આવ્યો હતો.ત્યારે રસ્તો બનાવવાની કામગીરી બતાવવા માટે ઘુઘસ ગામના 28 વર્ષીય પુરુષ મોગા હડીયા પારગી જેસીબીમાં બેઠા હતા અને રસ્તો બનાવવાની કામગીરી બતાવતા હતા તે વેળાએ આ જેસીબીના ડ્રાઇવર એ પોતાના કબજાની જેસીબી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા જેસીબી પલટી ખાઈ જવા પામ્યું હતું જેથી બાજુમાં બેઠેલા મોગા હડીયા પારગી જેસીબી નીચે દબાઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું.તેમજ આ અકસ્માતમાં જેસીબીના ડ્રાઇવરને પણ હાથે પગે ઇજાઓ થઈ હતી.જેસીબી નો ડ્રાઇવર જેસીબી સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માત બાબતે મૃદુતક યુવાન મોગા હડીયા પારગીના પિતા હડીયા લાલસિંગ પારગી એ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ફરિયાદ નોંધી લઈને જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share This Article