Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી આઇસીડીએસ કચેરીમાં શૌચાલય શોભાના ગાંઠિયા સમાન.  35 લાખના ખર્ચે બનાવેલી આઇસીડીએસ શાખામાં સુવિધા નો અભાવ.

October 18, 2023
        287
સંજેલી આઇસીડીએસ કચેરીમાં શૌચાલય શોભાના ગાંઠિયા સમાન.   35 લાખના ખર્ચે બનાવેલી આઇસીડીએસ શાખામાં સુવિધા નો અભાવ.

સંજેલી આઇસીડીએસ કચેરીમાં શૌચાલય શોભાના ગાંઠિયા સમાન. 

35 લાખના ખર્ચે બનાવેલી આઇસીડીએસ શાખામાં સુવિધા નો અભાવ.

નવીન બિલ્ડીંગ બની ત્યારથી જ શૌચાલયમાં પાણી ન આવતા લોકો ઓફિસ પાછળ ખુલ્લામાં જવા મજબૂર બન્યા..

સંજેલી Icds બહુમાળી બિલ્ડીંગમા ચાર રૂમ અને એક મીટીંગ હોલ સુવિધા છે.

સંજેલી તા.17

સંજેલી આઇસીડીએસ કચેરીમાં શૌચાલય શોભાના ગાંઠિયા સમાન.  35 લાખના ખર્ચે બનાવેલી આઇસીડીએસ શાખામાં સુવિધા નો અભાવ.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે 35 લાખના ખર્ચે બનાવેલી આઇસીડીએસ શાખામાં શૌચાલય શોભાના ગાંઠિયા સમાન. નવીન બિલ્ડીંગ બની ત્યારથી જ નળમાં પાણી ન આવતા સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે.

સંજેલી સંકલિત બાળ વિકાસ કચેરીમાં અનેકવાર નાના મોટા પ્રોગ્રામો સહિત મિટિંગો યોજાતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે શૌચાલયમાં પાણી ન આવતા લોકો ઓફિસની પાછળ ખુલ્લામાં જવા મજબૂર બન્યા છે.ત્યારે અમુક લોકો શૌચાલયમાં પાણી ન આવતા બાજુની તાલુકા પંચાયત હોફિસના શૌચાલયનો સહારો લેતા હોય છે.લાખોના ખર્ચે બનાવેલી બહુમાળી બિલ્ડીંગ નવી બની ત્યારથી જ શૌચાલયમાં પાણી ન આવતા કર્મચારી સહિત અવર-જવર કરતા આંગણવાડી બહેનોને ભારે હાલાકી વેચવાનો વારો આવ્યો છે. આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરી વહેલી તકે શૌચાલયમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સંજેલી icds શાખામાં નવીન બિલ્ડીંગ બની ત્યારથી શૌચાલયમાં પાણી આવતું નથી:- સીડીપીઓ સંજેલી ધરાબેન.

આઇસીડીએસ શાખામાં શૌચાલયમાં પાણી ન આવતા નળનું કામ કરવામાં આવ્યું હતું છતાં પણ પાણી નળમા પાણી ના ચાલુ થયુ અને ઉપરનો ટાંકો ભરવામાં આવે છે પણ પાણી ક્યાંક ને ક્યાંક લીકેજ હોવાથી પાણી આવતું નથી હાલ અમે એડવાન્સમાં ડોલો ભરી રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!