રાજેશ વાસવે :- દાહોદ
દાહોદના ઝાયડસ હોસ્પીટલની વધુ એક સિદ્ધિ:પરપ્રાંતિય યુવકને મોતના મુખમાંથી બહાર કાઢ્યું.
દાહોદ નજીક ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી પાડી દેવાયેલા યુવકને ઝાયડસના તબીબોએ એક મહિનાની સારવારના અંતે સાજો કરી ડિસ્ચાર્જ કરાયો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક 24 કલાક તબીબોની નિધરાણી હેઠળ 5 દિવસ વેન્ટિલેટર તેમજ 15 દિવસ ઓક્સિજન પર રહ્યો…
જીવણ મરણના ઝોલા ખાતો અજાણ્યા પરપ્રાંતીય યુવક પ્રત્યે સંવેદના સાથે તબીબોએ નિષ્ઠાપૂર્વક સારવાર કરી સાજો કર્યો…
દાહોદ તા. ૧૮
દાહોદ તાલુકાના ખાન નદી નજીક આજથી સવા મહિના અગાઉ રાત્રિના સમયે પૂર ઝડપે પસાર થતી સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા અજાણ્યા ઇસમને તેની સાથે મુસાફરી કરી રહેલા યુવકે જમીન સંબંધી અદાવતે ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી પાડી દીધો હતો. જે બાદ ટ્રેનમાંથી પટકાયેલો પરપ્રાંતીય યુવકના માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જીવણ અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો.તે સમયે દેવદૂત બનીને આવેલી 108 ઈમરજન્સી એમ્બુલન્સે ઇજાગ્રસ્ત યુવકને દાહોદના ઝાડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં અનકોન્સેસ અને અનનોન તરીકે ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં આવેલા આ દર્દીની સારવાર તેઓના સગા સંબંધીઓના અભાવે ખૂબ જ જટિલ મનાતી હતી. પરંતુ ઝાયડસ મેડિકલ હોસ્પિટલ ના ડોક્ટરોએ નિષ્ઠાપૂર્વક તબિબ તરીકે ફરજ બજાવી ભગવાન પછી ડોક્ટર જ ભગવાનનું રૂપ છે. તે ઉક્તિને સાર્થક કરવા આ યુવકને ગમે તેમ કરી મોતના મોંમાંથી બહાર કાઢી નવું જીવન આપવાનું નક્કી કર્યું. અજાણ્યા ઇસમના તમામ શસ્ત્રક્રિયા અને મેડિકલ સારવાર તેમજ રિપોર્ટ માટે પોતે ગાર્ડિયન બન્યા હતા.અને પછી ઝાયડસના સીઈઓ સંજીવ કુમાર, તેમજ પ્રકાશ પટેલના માર્ગદર્શન માં ડોક્ટર વિરેન્દ્ર હાંડા ડોક્ટર જાનવી ગોહિલ સહીત અન્ય ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ બનાવી ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાથ ધરી હતી. લગભગ પાંચ દિવસ વેન્ટિલેટર, તેમજ પંદર દિવસ સુધી ઓક્સિજન પર રહ્યા બાદ આ યુવક જ્યારે હોસમાં આવ્યો ત્યારે તેને પોતાનું નામ આદર્શ પ્રતાપસિંહ ઓમ પ્રકાશ સિંઘ રહેવાસી અયોધ્યા ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. આ યુવક ગત યુવક 5 સપ્ટેમ્બર 2023 ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં તેમના જ ગામના યુવક સાથે દેશી દવા ની કંપનીમાં કામ કરવા જઈ રહ્યો હતો.પરંતુ તેના સાથે જઈ રહેલા યુવક સાથે અગાઉ જમીન સંબંધી બાબતે ઝઘડો ચાલતો હોઈ જ્યારે આ ટ્રેન દાહોદ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે ઉપરોક્ત યુવકે આ આદર્શ પ્રતાપસિંહને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી પાડી દીધો હોવાનું જણાવ્યું હતું. જે બાદ ઉપરોક્ત જાણકારીના અનુસાર ઝાયડસ ની ટીમે આદર્શ પ્રતાપસિંહના પરિવારજનો નો સંપર્ક કરી તેઓને દાહોદ બોલાવ્યા હતા.અને PMJY અંતર્ગત આદર્શ પ્રતાપસિંહની સારવાર કરવામાં આવી હતી. અને લગભગ વગર શ્વાસે હોસ્પિટલમાં આવેલા આદર્શ ઓમ પ્રકાશ સિંગને ડોક્ટરોએ ગળાના ભાગે કટ મારી કૃત્રિમ શ્વાસોશ્વાસ દ્વારા જીવતો રાખી સવા મહિનાની મહેનતના પરિણામ સ્વરૂપ યમરાજના દરવાજે દસ્તક દઈને બેઠેલા આદર્શ પ્રતાપસિંહને સારવાર થકી જીવિત કરી નવજીવન આપ્યું હતું. ત્યારે આજરોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વેળાએ ઉપરોક્ત આદર્શ પ્રતાપસિંહના પરિવારજનોએ મેડિકલ હોસ્પિટલ તેમજ તબીબોનો ભારોભાર આભાર માન્યો હતો.તો ઉપરોક્ત યુવકની સારવાર કરનાર ડોક્ટરોની ટીમે પણ હરખના અશ્રુ સાથે મૃતપાય અવસ્થામાં હોસ્પિટલમાં આવેલા આદર્શ પ્રતાપસિંહને સાજો કરવાનો હરખ પણ નરી આંખે જોવાતો હતો.