
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરામાં મુસ્લિમ અગ્રણીઓની રજૂઆત બાદ ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા અંગે કામગીરી હાથ ધરાઈ.
ફતેપુરા તા. ૧૦
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા અને કરોડીયા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીના કારણે ફતેપુરા નગરના કબ્રસ્તાનની આગળ ભારે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી.
આ ગંદકીને દૂર કરવા માટે ગતરોજ ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના યુવાનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી એન ડી અસારીને લેખિત રજૂઆત કરી હતી.
જેના પગલે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી એન ડી અસારી એ જાતે સ્થળ મુલાકાત લઈને ફતેપુરા ગ્રામ પંચાયતને આ ગંદકી દૂર કરવા માટેનો આદેશ કર્યો હતો..
જેના પગલે આજે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા જેસીબી વડે ફતેપુરા નગરના કબ્રસ્તાન આગળની ગંદકી સાફ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.