દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રાજસ્થાનના યુવાનની અકાળે સાવ ઝૂકી ગયેલી કમરનું જટીલ ગણાતું સફળ ઓપરેશન કર્યું..

Editor Dahod Live
2 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રાજસ્થાનના યુવાનની અકાળે સાવ ઝૂકી ગયેલી કમરનું જટીલ ગણાતું સફળ ઓપરેશન કર્યું

દાહોદ સહિત મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતો ઝાયડસ હોસ્પિટલ 

 ઝાયડસ હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનો તેમજ નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ વચ્ચે દર્દીઓ માટે સાનુકૂળ વાતાવરણમાં સારવાર મેળવી સાજા થાય છે.

દાહોદ તા.28

ખૂબ લાંબા સમયથી કમરના ભાગે અસહ્ય પીડાથી ત્રસ્ત રાજસ્થાનના સરહદી વિસ્તારના ૪૫ વર્ષીય યુવાનની દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સફળ સર્જરી બાદ આ યુવાન અગાઉની માફક સામાન્ય લોકોની માફક ક્રિયાઓ કરતો થઈ ગયો છે.

ગુજરાતના છેવાડે આવેલ દાહોદ નજીક રાજસ્થાનના સરહદી વિસ્તારનો એક ૪૫ વર્ષીય યુવાન લાંબા સમયથી કમર અને મણકાના ભાગે અસહ્ય દુઃખાવાથી પીડા અનુભવતો હતો અને પોતાની દૈનિક ક્રિયાઓ પણ જાતે કરી શકતો ન હતો. અનેક તબીબોને બતાવી સારવાર લીધા બાદ પણ તેને ફરક ન જણાતા અંતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ઘૂંટણ અને મણકાના દર્દના નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડૉ પાર્થ ઠાકોરને બતાવ્યું હતું. જેઓએ અકાળે જ વૃદ્ધ જેવા બનીને કમરથી સાવ ઝૂકી ગયેલા આ યુવાનને પરીક્ષણો બાદ કમરની ગાદીની નસ દબાતી હોવા સાથે મણકાની ગંભીર કક્ષાની તકલીફ હોવાનું નિદાન થયું હતું‌. બાદમાં ડૉ પાર્થ ઠાકોર અને ઝાયડસ હોસ્પિટલના એનેસ્થેટીસ્ટ ડૉ શૈલેષ પટેલની ટીમના સહયોગ સાથે જટીલ ગણાતું આ ઓપરેશન સફળતાથી કરી યુવાનને પુન: સ્વસ્થતા બક્ષી હતી. જેના પરિણામે ઓપરેશનના બીજા જ દિવસે યુવાન પોતાની દૈનિક ક્રિયાઓ પોતાની જાતે કરતો થઈ જતા તેણે ડૉ પાર્થ ઠાકોર સહિત ટીમ ઝાયડસની ઉત્તમ સારવાર સંદર્ભે પરમ સંતોષ વ્યક્ત કર્યો હતો.

Share This Article